Book Title: Patan Tirth Darshan
Author(s): Hemchandracharya Jain Sabha
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 24
________________ [૧૪] પાટણ તીર્થ દર્શન દેરીઓની શરૂઆતમાં મુખ આગળના બે ગોખમાં સરસ્વતીની બે પ્રાચીન મૂર્તિઓ છે. દેરીઓના અંતે મુખ આગળના બે ગોખમાં બે ક્ષેત્રપાળની પ્રાચીન મૂર્તિઓ છે. મંદિરની બાજુમાં નવા બંધાયેલા ગુરુમંદિરમાં શીલગુણસૂરિ ના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિ તથા હીરસૂરિ-સેનસૂરિ-દેવસૂરિ તથા આચાર્ય શ્રી કાનિવિજયજી તથા હંસવિજયજી મહારાજની મૂતિઓ પધરાવવામાં આવી છે. પ્રદક્ષિણામાં એકાવન દેરીઓ તથા શ્રી ગેડી પાર્શ્વનાથ પ્રદક્ષિણામાં ર૬ દેરીઓ છે. આ ઉપરાંત શ્રી પાર્શ્વનાથ-ચો મુખજી ચિંતામણી પાર્શ્વનાથ, શ્રી શાંતિનાથ, શ્રી મહાવીર સ્વામી, શ્રી ધર્મનાથ, સુપાર્શ્વનાથ નવખંડા પાર્શ્વનાથના મંદિરે દર્શનીય છે. ગર્ભગ્રહના મુખ્યદ્વારની શાખાઓ અને ઉત્તરમાં સેળ વિદ્યા દેવીઓના સ્વરૂપ છેતરાયેલાં છે. તેમજ આરસના સર્વ દ્વારમાં જેન પ્રતિહારોનાં સ્વરૂપ દિશા પ્રમાણે કેતરાયેલાં છે. દ્વારેના કમાડો પણ રત્નજડિત અને કલામય છે. મુખ્ય મંદિરને ફરતી દિવાલો જેને “મંડોવર' કહેવામાં આવે છે, તેના પ્રત્યેક થર શિલ્પકળાથી ભરપૂર નકશીવાળા બનાવેલા છે. જેમાં તીર્થકર ભગવતેના કલ્યાણક આદિ જીવન પ્રસંગના દશ્ય તથા દેવ-દેવીઓ દેવાંગનાઓ દિકપાલે ગંધર્વો– કિન્નરો અને યક્ષે આદિના મરમ સ્વરૂપ કંડારેલાં છે. આ અદ્દભૂત કારીગરીવાળું સંપૂર્ણ બાવન જિનાલય તેના ઉચ્ચ શિખરો ઉપર શોભતા કળશે અને ઉચ્ચ ધ્વજદંડે ઉપર લહેશતી ધ્વજાઓથી ભવ્ય શોભી રહેલું છે. મંદ મંદ સંચરતા વાયુ વડે નૃત્ય કરતી ધ્વજાઓ જાણે પ્રભુના દર્શને આવતા ભાવુકજનેને આવકારવા ઉત્સુક છે અને ધ્વજદંડની ઘંટડીઓના મધુર રણકાર પુણ્યભૂમિ પાટણમાં જૈન શાસનને જય જયકાર ગાઈ રહી છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96