________________
[૧૮]
પાટણ તીર્થ દર્શન
આવેલા દેવમંદિરે, કાષ્ઠનાં મોટાં બિબોમાં ભાવાત્મક રીતે દર્શનીય બનાવ્યા છે.
તે કલાના અદ્દભૂત નમૂના જણાય છે. આ મંદિરની કાષ્ટકલા પાટણમા બધા મંદિરે કરતાં વિશિષ્ટ પ્રકારની હોઈ તેમાંના ચિત્રણે અદભૂત છે. પાટણના દર્શને આવનાર પ્રત્યેક યાત્રિક ભાઈ-બહેને આ અજેડ કલાકૃતિઓ જોવાનું રખે ભૂલે.
૦ જગીવાડા શ્રી શામળાજી દેરાસર ૦
પાટણ શહેરના નાનકડા ખૂણા પર આવેલા જોગીવાડામાં ભવ્ય કલાત્મક મંદિર દર્શનીય છે. આ મંદિર પાટણની ધર્મ ભાવને પ્રદર્શિત કરે છે. આ દહેરાસરજી પ્રાચીન છે. એક તીર્થસ્થાન તરીકે સુપ્રસિદ્ધ છે.
આ દહેરાસરમાં શ્રી શામળજી પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય અલૌકિક ચમત્કારી મૂર્તી બિરાજમાન છે. આ મંદિરમાં ભગવાન પાર્શ્વનાથના જન્મ તથા દીક્ષા કલ્યાણકના તેમજ દરેક ના કલાત્મક રંગીન ભાવવાહી મેટાં ચિત્ર પ્રત્યેક યાત્રાળુને મુગ્ધ કરે છે. મંદિરના દરેક થાંભલાઓની ચારે બાજુ બેલેરી કાચના તકતાઓને જડને દહેરાસરને આકર્ષક બનાવેલ છે.
દહેરાસરની બાજુમાં વિશાળ વાડી છે, જેમાં ભગવાનને ચડાવવાનાં પુષ્પો પુષ્કળ પ્રમાણમાં ઉતરે છે. આ દહેરાસર પ્રાચીન હોઈ તીર્થધામ બની ગયું છે. ઘણા ભાવિક ભાઈ બહેને હમેશાં દર્શનાર્થે આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org