________________
પાટણ તીર્થ દર્શન
[૧૧]
બેસતા વર્ષે કાર્તિક શુદિ ૧-૨-૩-૪ એ ચાર દિવસેમાં થઈને તમામ દહેરાસરનાં દર્શન કરવાની પાટણની પ્રાચીન પ્રથા છે.
મહોલ્લાવાર સ્ત્રીઓ તેમજ પુરુષ મંડળીબદ્ધ દર્શને નીકળે છે. પૂસાધુ સાધ્વીજી મહારાજે પરિપાટીમાં સાથે હોય છે. આબાલવૃદ્ધ સર્વ ભાઈ-બહેને પરિપાટીમાં જોડાય છે. જુદા જુદા મહોલ્લામાં આવેલ બધાં મંદિરે દર્શનીય છે. તે પૈકી કેટલાક કલાત્મક સુદર મંદિરની ને પ્રેરણાત્મક બની રહેશે.
* શ્રી પંચાસર પાર્શ્વનાથનું બેનમુન નુતન કલાત્મક મંદિર જ
વિક્રમ સં. ૮૦૨માં અણહિલપુર પાટણની સ્થાપના કરનાર ચાવડા વનરાજે તે વખતે શ્રી પંચાસરા પાધર્વનાથ ભગવાનની પ્રતિમા પોતાના વતન પંચાસર ગામથી લાવીને નવા પાટનગર અણહિલપુર પાટણમાં મંદિર બંધાવીને સ્થાપના કરી હતી. પ્રતિષ્ઠા વનરાજના પાલક ગુરુશ્રી શીલગુણસૂરિ પાસે કરાવી હતી.
પુરાતન પાટણ ઉન્નતિના સર્વોચ્ચ શિખરે હતું પણ ૧૪મી સદીમાં મુસલમાની બાદશાહોએ તેને ધ્વંસ કર્યો અને સંવત ૧૩૬૬-૬૮ લગભગ પાટણ ફરી વસાવ્યું અને પંચાસરા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને નવા પાટણમાં મંદિર બંધાવીને પ્રતિષ્ઠિત કરવામાં આવી. પછી તેને જીર્ણોદ્ધાર કરવાની ભાવના પાટણ નિવાસી શ્રાદ્ધવર્ય બાબુસાહેબ શ્રી પન્નાલાલજી પુરણચંદજીને થઈ અને સં. ૧૯૮ના ફાગણ વદ ૫ ના પવિત્ર દિવસે બાબુસાહેબ પન્નાલાલજીના સુપુત્ર બાબુસાહેબ શ્રી ભગવાન લાલજીના શુભ હસ્તે ખાતમુહુર્ત થયું તે પછી ગગનચુંબી વિશાળ જીનાલય તૈયાર થયું. જેમાં સાત લાખ રૂપિયા ખર્ચ થયે. બાબુ સાહેબ શ્રી વિજયકુમારે પિતાના પરિવાર સાથે આ મહાપ્રભાવી શ્રી પંચાસરા પાર્શ્વનાથના બેનમૂન કલાત્મક મંદિરની પ્રતિષ્ઠા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org