________________
A છે પાટણ તીર્થ દર્શન છે જ
જ તીર્થ ભૂમિ પાટણ
પાટણ એ ભારતના પ્રાચીન અને સુપ્રસિદ્ધ શહેરોમાંનું એક છે. એક જમાનામાં એ ગુજરાતની રાજધાનીનું મોટું શહેર હતું.
વિક્રમ સંવત ૮૦૨ના વૈશાખ શુદિ બીજ સોમવારના દિવસે પાટણ શહેર વસ્યું. તેનું વાસ્તુ વિધાન જૈન મંત્રોચ્ચારથી કરવામાં આવ્યું હતું. પાટણના સ્થાપક “વનરાજ' નામના ચાવડા વંશના શૂરવીર અને બાહોશ રાજપુત્ર હતા.
આ પાટણ અણહિલપુર પાટણના નામથી પ્રસિદ્ધ છે.
વનરાજની ભાવના નગર વસાવવાની થઈ. તે માટે જગ્યા શોધવા ફરતાં ફરતાં ગાયેના ચારનાર “ અણહિલ ” ભરવાડને જોયે. વનરાજે તેને પિતાની ભાવના દર્શાવી.
અણહિલ તે માટે સારી જગ્યા શોધવા શુકન જોતો હતો. એક દિવસ તેણે એ પ્રદેશમાં બળવાન કુતરાની સામે થતા એક શિયાળને જોયું.
આ જગ્યા શુકનવંતી છે અને ભવિષ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપનાર થશે તેમ માની તેણે વનરાજને વાત કરી અને વનરાજે આ જ જગ્યામાં નગર વસાવ્યું અને એ બહાદુર ભરવાડના નામથી “અણહિલપુર પાટણ” નામથી પ્રસિદ્ધ થયું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org