Book Title: Paryavaran Vaishvik Tapman Ane Dharm Author(s): Gunvant Barvalia Publisher: Pravin Prakashan P L View full book textPage 6
________________ અહીં જુદા જુદા ધર્મોની એ વિભાવનાને દર્શાવીને પર્યાવરણ જાગૃતિ કે માટે શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ સવાંગી દષ્ટિએ આલેખન કર્યું છે. હું આ માહિતી, વિગતો, દષ્ટાંતો, પર્યાવરણને માટે પ્રાણ પાથરનારા કર્મશીલો અને પર્યાવરણ-ઉપનિષદ પણ આપ્યું છે. માનવીય સંવેદનાને ઝંકૃત કરે એવા ઝાડવાએ છાંયડાની માંડી દુકાન’ કે ‘ચાલ, ઝાડની ખબર કાઢવા જેવા છે લેખો પણ આપ્યા છે. આ રીતે વિશ્વના અસ્તિત્વને માટે પડકારરૂપ એવી વૈશ્વિક તાપમાનની જે સમસ્યાનો સર્વગ્રાહી અભ્યાસ આપવાની સાથોસાથ માનવીનાં ધર્મજીવન, કે કર્મજીવન કે સામાન્ય જીવન - એ દરેકને માટે આ પ્રાણપ્રશ્ન છે એમ કે સુપેરે દર્શાવ્યું છે. પ્રમાણભૂત માહિતી મેળવવાનો લેખકનો પુરુષાર્થ અને વિષયની સર્વગ્રાહી રજૂઆત વાચકને ઊડીને આંખે વળગે છે. આવા સાંપ્રત વિશ્વની ૨ સળગતી જ નહીં, પણ સળગાવી રહેલી સમસ્યા વિશે અભ્યાસપૂર્ણ અને હું માહિતીપ્રદ પુસ્તક આપવા માટે લેખક આપણાં અભિનંદનના અધિકારી T છે. આ પુસ્તક પર્યાવરણ-જાગૃતિના કાર્યોમાં પ્રમાણભૂત અને માર્ગસૂચક બની રહેશે. પર્યાવરણ એ ધર્મનો જ ભાગ છે -પ્રો. જે. જે. રાવલ છે અધ્યક્ષશ્રી ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી, મુંબઈ શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ લખેલ અને સંપાદન કરેલ પુસ્તક “પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ” એક વિશિષ્ટ પુસ્તક છે. આ વિષય પર લખાયેલ સવાંગી આવું આ પ્રથમ પુસ્તક છે. આ પુસ્તક વાંચી આ વિષય પર જ મારા જ્ઞાનમાં વૃદ્ધિ થઈ, વિચારોને નવી દિશા મળી છે. હું મારી જાતને ભાગ્યશાળી છે તે માનું છું કે આ પુસ્તકની પ્રસ્તાવના લખવા મને તક મળી. જો આમ ન થયું હોત તો હું જ કદાચ આ પુસ્તક મારી પાસે વંચાવા આવ્યું ન હોત અથવા મને આ પુસ્તક વિશે કદાચ ખબર પણ ન પડત. આ ઉત્તમ પુસ્તક માત્ર પર્યાવરણ વિશે જ આપણને જ્ઞાન આપતું નથી, પણ વૈશ્વિક તાપમાન અને ધર્મ વિશે પણ ઊંડું જ્ઞાન આપે છે. આ આ પર્યાવરણ એ ધર્મનો જ ભાગ છે. પર્યાવરણ, ધર્મ અને ખાસ તો જૈન ધર્મનું હૃદય જ આ છે. ગુણવંતભાઈએ આપણને જૈન ધર્મની મહાનતા સમજાવી છે. પર્યાવરણ જૈન છે. ધર્મમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ અંતર્ગત મૂર્તિમાન થાય છે ઈ છે. જૈન ધર્મમાં પર્યાવરણ પર જે ભાર મૂકવામાં આવ્યો છે તે કોઈ ધર્મ નથી મૂક્યો. હું 8 જાણે કે પૃથ્વી પર ભવિષ્યમાં આવનારી તકલીફનો તેને અહેસાસ થઈ ગયો હોય. હે ભવિષ્યમાં પૃથ્વી પરનું જીવન આનંદદાયક અને કલ્યાણમય વ્યતીત થાય તે માટે આ જૈન ધર્મે પર્યાવરણને અગત્યના સ્થાને મૂક્યું છે. છે મહાવીરસ્વામીએ તો ત્યાં સુધી કહ્યું છે કે, આવશ્યક ન હોય તો પથ્થરને ન પણ ઠેસ મારવી નહીં રે લોકોએ બ્રહ્માંડના માત્ર સજીવ અને નિર્જીવ એમ બે ભાગ પાડ્યા છે તેના પર નું ભૂલભરેલા સમીકરણને પુદગલ , ચેતન, જડના - છ દ્રવ્ય દ્વારા સૂક્ષ્મ સ્પષ્ટીકરણ કરી ઉજાગર કરનાર જો સૌપ્રથમ ધર્મ હોય તો જૈન ધર્મ છે. તેની એકએક ગતિવિધિ છે - પર્યાવરણને સાચવીને થાય છે. જૈન ધર્મ પર્યાવરણ માટે અત્યંત સજાગ છે. જૈ જૈનોના આચારમાં અહિંસાની આરાધના સર્વ નાના-મોટા જીવો પ્રત્યેની રે દયાભાવના-કરુણાનાં દર્શન કરાવે છે. ધર્મનો સિમ્પલ લિવિંગ ઍન્ડ હાઈ થિંકિંગનો 6 સિદ્ધાંત પર્યાવરણના ઘણા પ્રશ્નો હલ કરે છે. પર્યાવરણનું રક્ષણ કરવા જૈનોનો છે. હું અપરિગ્રહનો સિદ્ધાંત પણ જમ્બર મહત્તા ધરાવે છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 186