________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ તેમજ રાજા બહાદૂર વિગેરેના ઈલકાબ (પુછડા) માટે મરી મથે છે. કદાપિ સર્વદેશને ચકવર્તિ થાય તે બાકી જ શું રહ્યું. વળી કઈ દેવેન્દ્ર થાય તે આનંદને પાર નહી. સર્વને ઉપરી બને તેના કરતાં પણ મોટામાં મોટી પદવી કે જે પદવીવાળાને ચોસઠ ઈન્દ્ર પૂજે છે. નમે છે. સ્તવે છે. એવી પરમાત્મ પદવીની પ્રાપ્તિ માટે તે કહેવું જ શું. એવી પદવી મળે તે કદી જન્મ જરા અને મરણનાં દુઃખ પ્રાપ્ત થાય જ નહીં. તેમજ પરમાત્મ પદવી મળ્યા પછી તે પદવી કદી નષ્ટ થાય નહીં. આવી પદવી કયાં હશે? આકાશમાં હશે કે પાતાળમાં હશે. કયાંથી આવી પદવી મેળવવી, કઈ એવી પદવીનું સ્થાન દેખાડે તો તેને કેટલે ઉપકાર ગણાય? જો એવી પદવીની તમને ઘણી ઈચ્છા હેય. અને તે કયાં છે એમ દેખવું હોય તે હે ભો! જરા શાંત થાઓ જુએ ભૂલશે નહીં. તમારા શરીરમાં રહેલો આત્મા છે તે જ પરમાત્મા છે. અહો કેટલી આનંદની વાત, તમારા ઘટમાં પરમાત્મા છે. હવે તમારે કઈ બાબતની ન્યૂનતા છે. ? કઈ પણ બાબતની ન્યૂનતા નથી. કહે. હવે તમે રાજાના રાજા છે કે, ગરીબ છે. ઉત્તરમાં કહેશે કે, હું તો ત્રણ ભુવનમાં મોટામાં મોટો છું. “પરમાત્મા ” છે, હવે ત્યારે તમે સમજે કે કઈ વાતની તમને ન્યૂનતા નથી, પરમાત્માને જડ વસ્તુની ઈચ્છા હોતી નથી. જ્યારે આત્મા પરમારૂપ છે ત્યારે જડવસ્તુની ઈચ્છા કેમ કરવી જોઈએ. કર્મના ગે જડવસ્તુઓને એગ થાય તે પણ જડ વસ્તુની ઈચ્છા તે ન કરવી જોઈએ. જડવસ્તુમાં રાગ દ્વેષ ન કરવો જોઈએ. પરમાત્મપદવી આત્મામાં રહેલી છે પણ કમાવરણથી પરમાત્મ પદવી દેખાતી નથી. જેમ જેમ જ્ઞાનાવરણ વિગેરે કર્મ, આત્માથી હર થાય છે તેમ તેમ આત્માના ગુણોને પ્રકાશ થતો જાય છે સકળ કર્મને ક્ષય થવાથી સંપૂર્ણ અનંત ગુણોને પ્રકાશ થાય છે. આ પ્રમાણે વિચારતાં પ્રત્યેક ભવ્યજીવના અનુભવમાં આવશે કે શરીરની અંદર અમૂલ્ય હીરે રહ્યું છે. પણ બીલકુલ
For Private And Personal Use Only