________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ: થાય છે. શુદ્ધાત્મ સ્વરૂપથી ભિન્ન અશુદ્ધપણું તે આત્માને ધર્મ નથી. અર્થાત્ સ્વ સમય નથી. તેમજ જે દર્શનમાં અશુદ્ધાત્મ સ્વરૂપથી ભિન્ન શુદ્ધાત્મ સ્વરૂપનું અનેકાંતરીત્યા વર્ણન નથી. તેને સાતનય પૂર્વક યથાર્થ વિસ્તાર નથી એ એકાંતમત મિથ્યાત્વ રૂપ છે તે પરસમય જાણ. ત્રણ ત્રેસઠ પાખંડીઓના મત તે પર સમય છે. કારણ કે તેથી શુદ્ધાત્મ સ્વરૂપ યથાર્થ જાણું શકાતું નથી તેથી શુદ્ધાત્મ સ્વરૂપમાં શુદ્ધ રમણતા થતી નથી– જે પરવાદી એકેકનયના આગ્રહી છે તેમાં જૈનદર્શનના અનેક નય છે તેમાંથી એક નયની એકાંતે છાયા પડે છે, અર્થાત્ ભાસ થાય છે પણ તે “પરસમય છે, કારણ કે એકાંત તે મિથ્યાત્વ છે. માટે અનેકાંત જ્ઞાનદર્શન ચારિત્રની આરાધનામાં લયલીન થતું તે શુદ્ધાત્મ સ્વરૂપ છે. એવું શુદ્ધાત્મ સ્વરૂપ તે “સ્વસમય” છે. સ્યાદ્વાદ સિદ્ધાંત હેય સેય અને ઉપાદેય પૂર્વક આત્માનું સમ્યક્ સ્વરૂપ દર્શાવે છે માટે તે સ્વ સમય છે. અન્ય દર્શનમાં પરસ્પર સાપેક્ષતા નથી. સમ્યક્ ચેતનજ્ઞાન થયા બાદ શુદ્ધાત્મ સ્વરૂપની ચારિત્ર વડે પ્રાપ્તિ થાય છે, માટે શુદ્ધાત્મ સ્વરૂપમાં રમણતા કરવી તે “સ્વ સમય ” ની સદાકાલ સેવના કરવી. તેમાં લયલીન થવું તેથી અપૂર્વ શાંતિ અનંત છને થઈ વર્તમાનમાં થાય છે. અને ભવિષ્યમાં થશે.
આનંદઘનજી કહે છે કે–તારાઓ, ગ્રહ નક્ષત્ર અને ચંદ્રની જેતિ સૂર્યની તિમાં સમાઈ જાય છે. સૂર્યના પ્રકાશમાં તારાદિકને પ્રકાશ સમાઈ જાય છે. તથા જ્ઞાનદર્શન ચારિ. ત્રની શક્તિ ગુણની અપેક્ષાએ ભિન્ન ભિન્ન છે તે પણ શુદ્ધાત્મ સ્વરૂપમાં સમાઈ જાય છે. ત્રણ ગુણની શક્તિને આધાર અસંખ્યપ્રદેશી આત્મા છે. એકેક આત્માના પ્રદેશે અનંતજ્ઞાન દર્શન ચારિત્ર ગુણાદિ છે. સર્વ ગુણે પોત પોતાનું ભિન્ન ભિન્ન કાર્ય કરે છે પણ અનંત ગુણે આત્મામાં જ સમાઈ રહેલા છે. આત્માથી ભિન્ન જડમાં આત્માના ગુણે સમાતા નથી. પોતાના
For Private And Personal Use Only