Book Title: Parmatma Jyoti
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 472
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ટ શ્રી પરમાત્મ જ્યોતિઃ નિવૃત્તિરૂપ ત્રાજવાવડે તેબિને સુખ અપાય છે. ૧૦૨ ઘણું પારાના જેવું ચંચળ મન, સામ્ય ગુણરૂપ દિવૈષધિના સ્થિર મહિમાથી અક્રિય થઈ કલ્યાણ પણ ધારણ કરે છે. ૧૦૩ બીજા ઘણાં જે જે શાસ્ત્રો છે તેના અંશને મહાત્માનું આ કિચિત્ સામ્યશતક પ્રાપ્ત થાઓ. ૧૦૪ અત્યંત લેશાવેશને તજીને ચિત્તવડે જે સિદ્ધરસ; ધ્યાન કર્યો હતો પણ ગીંદ્ર લક્ષણ ધારતા પુરૂષેના સત્કલ્યાણપણાને તત્કાલ વિસ્તારે છે. તે આ સામ્ય ભાવરૂપ સિદ્ધ રસ છે કે જે મક્ષ લહમીવાળે અને અદભૂત વૈભવવાળે છે. તેને વિદ્વાનેના આનંદને જીવાડવાને માટે મેં કહી બતાવ્યું છે. શ્રીમત્ ચંદ્રકુલરૂપ કમલમાં સૂર્યસમાન પતર્ક વિદ્યારૂપ વનમાં સિંહસમાન અધ્યાત્મજ્ઞાનશાળી અભયદેવસૂરિ નામે ગુરૂના એક શિષ્યાણ જે સિંહવિજય તેણે કાંઈક જે નૂતન સામ્યશતક કર્યું છે. તે સામ્યશતક સત્પના હૃદયમાં જાગ્રત્ થાઓ. ૧૦૬ સમભાવ મહાસ્યનું જેટલું વર્ણન કરીએ તેટલું અલ્પ છે, સમભાવનું વર્ણન ષડ્રદર્શનવાળાએ મુક્તકઠથી કરે છે. જિન વાણુના સમન્ અવબોધથી વીતરાગ કથિત ધર્મની પ્રગટતા થતાં આત્મા ઉન્નતિના શિખરે ચઢી કેવલજ્ઞાનાદિ અનંતગુણને ભક્તા બને છે. રાગદ્વેષરૂપ મહામાને નાશ કરવા માટે સમભાવરૂપ અમૃતનું ક્ષણે ક્ષણે પાન કરવું જોઈએ, આત્મામાં યાવત્ સમભાવ પૂર્ણ રીત્યા પ્રગટ નથી તાવત્ પરમાત્માના શરણની સાપેક્ષા છે, કિંતુ યદા સામ્યભાવની પરિપૂર્ણતા આત્મામાં આવી તે આત્મા જ પરમાત્મા થતાં અન્યજીના શરણ માટે તે હેય છે. આવી પરમાત્મદશાને માટે રાગદ્વેષને ક્ષય કરે જોઈએ, રાગદ્વેષને ક્ષય સમભાવ આવ્યા વિના પરિપૂર્ણ થતું નથી, જ્યાં સુધી રાગદ્વેષ પ્રગટાવનારી રાગદ્વેષની અનેક ઉપાધિ છે ત્યાં સુધી સમભાવના માર્ગે થઈ શિવપુરમાં “પરમાત્મસ્વરૂપે રહે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502