________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૨૮૩ હોય તે પણ અપકીર્તિ વિપાકથી અપકીર્તિ ગવાય છે. મનુષ્ય સદાચાર વિશિષ્ટ ન હોય તે પણ કીર્તિના વિપાકથી કીર્તિ લેકે ગાયા કરે છે. તેના હેતુઓ રચાય છે, જ્યારે કીર્તિનામકર્મને વિપાક નાશ પામે છે. ત્યારે કઈ કીર્તિ ગાતું નથી, કીર્તિનામ કર્મ અને અપકીર્તિનામકર્મથી આત્મા ભિન્ન છે. કીર્તિ થાય તો પણ શું અને અપકીર્તિ કેઈ કરે તે પણ આત્માને શું. કીર્તિ અને અપકીર્તિ પુદ્ગલની બાજી છે. કીર્તિ અને અપકીતિને પિતાની માનવાથી સુખ દુઃખ થાય છે. કીતિ અને અપકીત મારા આત્માનું રવરૂપ નથી. જેની લોકો કીર્તિ અને અપકીર્તિ ગાય છે. તે હું નથી. કીર્તિ અને અપકીર્તિથી મારા આત્માને ધર્મ વૃદ્ધિ પામતું નથી. તેમ ઘટતો પણ નથી. એમ વસ્તુતઃ સમજવું જોઈએ. કીર્તિ અને અપકીર્તિના ગલવિપાકોમાં આત્માને એક અંશ માત્ર પણ ધર્મ નથી. પામરજીવ કે જેણે આત્મસ્વરૂપ જાણું તેને ટઢનિશ્ચય કર્યો નથી તે જીવ કીર્તિ અને અપકતથી મુંઝાય છે અને તેથી નવીન કર્મ બાંધે છે. કેદની અનેક હેતુઓથી કીર્તિ થાય તો પણ તેમાં આનંદનું સ્થાન દેખાતું નથી. અને તેથી કીર્તિ ગાનારા ઉપર સમભાવ રાખ ઘટે છે. કોઈ અનેક હેતુથી અમુકની અપકીર્તિ કરે તે પણ અપકીર્તિમાં મારાપણું નહિ જણાવાથી દુઃખનું સ્થાન દેખાતું નથી. તેથી અપકીર્તિ કરનારા ઉપર સમભાવ રહે છે. મનુષ્ય પોતે અમુક વિષયમાં ઉચ્ચ સારો છે છતાં તે બાબતમાં લોકો અપકીર્તિ કરે તેથી તે બાબતમાં ઉચપણું દા સારાપણું તેનું ટળવાનું નથી તે તેણે દીલગીર શા માટે થવું જોઈએ. મનુષ્ય પતે અમુક વિષયમાં શ્રેષ્ઠ છે તેથી લેકે તે બાબતમાં તેની કીર્તિ કરે તેથી તેણે ખુશી થવું જોઈએ નહિ છે તેમ કહે છે એમાં શું આશ્ચર્ય છે. જ્ઞાની આવા પ્રસંગે હર્ષ શોકની લાગણએને જીતી સમભાવે રહે છે. કેટલાક કઈ કીર્તિ ગાય છે તે તેથી હર્ષિત થાય છે પણ તેઓ વિચારે તે માલુમ પડશે કે
For Private And Personal Use Only