________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨
શ્રી પરમાત્મ જ્યોતિ
સમાયું નથી. નિન્દાનાં ભાષણોથી પારકાના પ્રાણને નાશ થાય છે તેમને પારકાનું હૃદય દુઃખાવાથી નિન્દાનાં ભાષણ કરનાર હિંસક કહેવાય છે, માટે પૂર્ણ દયાના કરનારે નિન્દાથી સદાકાળ અળગા રહેવું.
આજના દિવસમાં પ્રાતઃકાલથી આરંભીને સૂર્યાસ્ત સમય પર્યત પોતાના આત્માની હિંસા તથા અન્યના આત્માઓના હિંસા સંબંધી જે જે દુભાષણે કર્યો હોય. કરાવ્યાં હોય. અને નમેદ્યાં હોય, તે સંબધી યથા બુદ્ધિથી સ્મરણ કરવું. હિંસાનાં દુષણમાં શું પરિણામ આવ્યું તે વિચારવું. હિંસાના વિચારોને કેમ ન વારી શ. હિંસાના વિચારોથી તથા કૃત્યોથી પિતાનું તથા પરનું શું કર્યું ? ગયા દીવસ કરતાં આજ હિંસાનાં કૃત્યે તથા વિચારો અ૫ થયા કે વિશેષ તેને વિચાર કરે ભવિષ્યમાં હિંસા ન થાય તે સંબંધી દઢ સંકલ્પ કર. છેવટે હિંસાના કૃત્યને તથા વિચારને પશ્ચાતાપ કરે. અસત્ય ચેરી. કામ, સંબંધીમાં વાણીથી જે દુર્ભષણ થયું હોય તેને પશ્ચાતાપ કરે. ભવિષ્યમાં ન થાય માટે દઢ સંકલ્પ કરે.
હવે કાયાથી જે દુઃચેષ્ટા થઈ હોય તે સંબંધી આ પ્રમાણે વિચાર કરવો. કાયાથી કોઈ પણ જીવોની હિંસા થઈ હોય. અને શુભ કાર્યમાં કાયાની પ્રવૃત્તિ થઈ હોય. કાયાના અશુભ વિચારથી કોઈની લાગણી દુઃખવી હેય. અસત્ય, ચેરી, પરસ્ત્રી ભેગ વગેરે અશુભ કાર્યોમાં કાયાને વાપરી હોય તે સંબંધી સૂર્યોદયથી આરંભી સૂર્યાસ્ત સમય પર્યતનું સ્મરણ કરવું. શા માટે કાયાની ચેષ્ટા થઈ ! શા માટે દુઃચેષ્ટા થવા દીધી ? કયા કયા પ્રસંગે દુઃચેષ્ટા થઈ ! ગયા દીવસ કરતાં આજ દુઃચેષ્ટા વિશેષ થઈ કે અલ્પ થઈ? ઈત્યાદિ વાપર એક પછી એક એમ યથા બુદ્ધિશક્તિ વિચાર કરી જ. દુઃચેષ્ટામાટે પશ્ચાતાપ કરે. પશ્ચાત્ થાય નહિ, તે માટે ખરા અંતકરણથી દઢ સંકલ્પ કરે. પછી આ પ્રમાણે વિચારે કરી આગળ અગર પશ્ચાત્ દેવગુરૂને
For Private And Personal Use Only