________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
રપટ નાર અન્ય આત્માને મોક્ષ થાય, એમ માનવું. ચાર પ્રમાણુથી વિરૂદ્ધ લાગે છે. ક્ષણિકવાદમાં કારણ કાર્ય ભાવ ઘટતું નથી. તેમજ ક્ષણવાદમાં એકજ આત્માને બંધ અને એકજ આત્માને મોક્ષ ઘટતું નથી. સારાંશકે બંધ મેક્ષ સુખદુઃખની સિદ્ધિ ક્ષણિકવાદમાં થતી નથી. માટે એકાંત અનિત્ય આત્મા માનતાં પણ અનેક દેશે આવે છે. માટે હે ભગવદ્ કૃપા કરી સમ્યક્ આ ત્મતત્વનું સ્વરૂપ સમજાવશે.
૬. જડવાદ, ચાકમત, પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ આ ચાર ભૂત કહેવાય છે. આચાર ભૂતના સંગે આત્મા ઉત્પન્ન થાય છે અને તેમાં પશ્ચાત્ લય પામે છે. ચાર ભૂતથી ભિન્ન આત્મતત્વનું “અસ્તિત્વ ઘટતું નથી એમ ચાવક અર્થત્ જડ. વાદી માને છે કેઈ પંચતત્ત્વથી ચિતન્યને ઉત્પાદ માને છે. તેને શ્રી આનંદઘનજી મહારાજ ઉત્તર આપે છે કે, અંધ મનુષ્ય આંખથી ગાડાને દેખી શકે નહિ તેથી શું ગાડું નથી હતું. તેમ જડવાદી આત્માને દેખી શકતા નથી. તેમાં તેમના અજ્ઞાનને દેષ છે. “અમ્મદીય આત્મસ્વરૂપ ગ્રંથમાં તથા
અમ્મદીયકૃત” પરમાત્મદર્શન નામના ગ્રંથમાં જડવાદનો પરિહાર કર્યો છે. યુરોપ આદિ દેશમાં પહેલાં ઘણે જડવાદ પ્રસર્યો હતે. પણ હવે ઘણે ભાગ ચિતન્યવાદ પણ સ્વીકારવા લાગ્યું છે. નાસ્તિકવાદી એમ માને છે કે ચાર ભૂતે મળવાથી ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે. પણ તે વિચાર નથી કે મૃતક શરીરમાં ચાર ભૂતનું અસ્તિત્વ છે ત્યાં ચેતન્યશક્તિ દેખાતી નથી. જે ચાર ભૂતનું કાર્ય ચિંતન્યશક્તિ હોય તે ચાર ભૂતના સર્ભાવે ચિતન્ય શક્તિને સદભાવ મૃતક શરીરમાં હવે જોઈએ પણ તેમ નથી, ચાર ભૂતમાંથી પ્રત્યેક ભૂતમાં પણ ચિતન્યશક્તિની અસ્તિતા નથી, તે ચાર ભૂત મળતાં તેમાંથી ચિતન્યશકિત પ્રગટે છે એમ કહેવું એ અસત્ય છે. જ્ઞાતૃત્વશક્તિ ચાર ભૂતમાંથી કઈ પણ ભૂતમાં રહેતી નથી, માટે જ્ઞાતૃત્વશક્તિ ચાર ભૂતને ધર્મ નથી. જ્ઞાતૃ
For Private And Personal Use Only