________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
શ્રી પરમાત્મ તિ: બધ છે. તેને અનુસરી ધર્મનું આરાધન કરવું. ઉત્સર્ગ અપવાદ પૂર્વક વ્રતાદિપાલન પુરરસર આત્મધર્મનું આરાધન કરવું. (મહાજને ચેન ગતઃ સપન્થા) મોટા પુરૂષોએ જે આદર્યો તે પત્થ છે. મેક્ષ પથ ધર્મ છે. “સુધર્મ આદરવાથી આત્માની ઉન્નતિ થાય છે. શ્રી સશુરૂએ બતાવેલું જ્ઞાન ધ્યાન સદાચારને માર્ગ તે વિધિ જાણ. રાગ દ્વેષાદિ પરભાવરૂપ ક્રિયાઓથી આત્માની દુર્દશા થાય છે. માટે તે આત્મ પ્રાપ્તિમાં પ્રતિષેધરૂપ જાણવી. રાગ દ્વેષાદિદેથી દૂર રહેવું જોઈએ. ધર્મવિધિની ક્રિયા કરવી. અને પ્રતિધને પરિહાર કરવો. આત્મધર્મમાં સ્થિર રહેવું. આત્માના અનંત ધર્મને આવિભા કર. આમ. સુદેવ સુગુરૂ અને સુધર્મરૂપ ત્રણ તત્વનું અવલંબન કરવું. વ્યવહારનયથી સુદેવ. સુગુરૂ, અને સુધર્મ આત્માથી ભિન્ન છે અને નિશ્ચયનયથી સુદેવ પણ આત્મા છે. સુગુરૂ પણ આત્મા છે. સુધર્મ પણ આમા છે. નિમિત્તની અપેક્ષાએ ત્રણ તત્વ આત્માથી ભિન્ન છે. અને ઉપાદાનની અપેક્ષાએ ત્રણ તત્વ આત્માથી અભિન્ન છે. શ્રી જિનાગમમાં કહેલા વિધિ અને પ્રતિષેધ જાણીને શુદ્ધાત્મધર્મ વિધિને અંગીકાર કરે. કેટલાક આ ત્રણ ગાથાને અર્થ ગુરૂપર લગાડે છે. અપેક્ષાએ અર્થ કરવામાં વાંધો નથી. મહત્ પુરૂષોના પળે ચાલવાથી સત્યશાંતિ મળે છે માટે મહપુરૂષોએ જે વિધિ ગ્રહણ કર્યો છે તેનું ભવ્યજીવ સદાકાળ અવલંબન કરે, અને વિશેષતઃ સુગુરૂ સંતતિનું સેવન કરે તે બતાવે છે. दुष्टजन संगति परिहरी, भजे सुगुरु संतानरे.
સામર્થ વિર માવને, ધરે મુરિત નિકાનેરે. સાન્નિાલા
શાંતિને ઈચ્છનાર ભવ્ય. દુષ્ટજન સંગતિ પરિહરીને ગુરૂ કુળનું સેવન કરે. એગ સામર્થ્યથી ચિત્તમાં પ્રણિધાન આદરે અને તેથી મુક્તિના હેતુઓને આદરે કે જેથી શાંતિ પ્રાપ્ત કરે.
દુષ્ટજનેના સમાગમથી મનની ચંચળતા વધે છે અને મિથ્યાત્વભાવની વૃદ્ધિ થાય છે. પરસ્વભાવમાં રમણતા થાય છે
For Private And Personal Use Only