________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ: કમેપગમાં તે દ્વિતીય “સમયમાં કેવલજ્ઞાનને ” અંત થવાથી શી રીતે અપર્યવસિતપણું કહેવાય. તે માટે સૂત્રની આશાતનાને ભય નહીં રાખનારાઓએ કેમેપગ વાદિયાએ વિચારવું જોઈએ. વળી તમે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ કેવલજ્ઞાન અને કેવલદર્શનને અપર્યવસિત અંગીકાર કરશે તે દ્વિતીય સમયમાં કેવલદર્શન સમયે કેવલજ્ઞાનની અસ્તિતા દ્રવ્યાપેક્ષાએ કરી. તેથી દ્વિતીયસમયમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન બેની સ્થિતિ હેવાથી કેવલદર્શન કાલમાં જ્ઞાન હેવાથી કમપણું ઠર્યું નહીં અન્યથા દ્રવ્યાત્વને અગ થશે.
કમવાદી—કેવલજ્ઞાનમાં કેવલદર્શનનું કાર્ય નથી અને કેવલદર્શન કાળમાં કેવલજ્ઞાન નથી એ સ્વભાવ છે.
યુગપદૂવાદી–સ્વભાવને અંગીકાર કરીને પણ તમારાથી એમ કહેવાશે નહીં કારણ કે, સ્વભાવની અત્ર બળવત્તા નથી. કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીય એ બે કર્મ યુગપત્ ક્ષય થવાથી કેવલજ્ઞાન અને કેવલર્શન યુગપત્ ઉત્પન્ન થાય છે. એક સમયમાં જ્ઞાને પગ અને દર્શને પગ ઉત્પન્ન થતાં કઈ પણ એવું જરામાત્ર આવરણ રહ્યું નથી કે બે ઉપગને ઉત્પન્ન થતાં અટકાવી શકે.
प्रमाणंतु केवलदर्शनं केवलज्ञानतुल्यकालोत्पत्तिकं वदेक कालीन सामग्रीकत्वात् तादृशकार्यातरवत् .
કેવલદર્શન કેવલજ્ઞાન તુલ્ય કાલ્પનિક છે. એક કાલીન સામગ્રીષણથી. તેવા પ્રકારનાં અન્ય કાર્યની પેઠે કહ્યું છે કે
केवलनाणावरण, रुखयजायं केवलं जहा नाणं । तह दंसणंपि जुज्जइ, णिय आवरणख्खयस्संते ॥ १॥
ભાવાર્થ–સુગમ છે. યુગપત્ર કેવલજ્ઞાન અને કેવલદર્શનની સિદ્ધિ થાય છે.
For Private And Personal Use Only