________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- શ્રી પરમાત્મ જ્યોતિ: ભાવાર્થ-દ્રવ્યથી રૂજુમતિ અનંત પ્રદેશી અનંતસ્કંધ જાણે દેખે. અને વિપુલમતિ તેજ કધ વિશેષ વિશુદ્ધપણે જાણે દેખે. ક્ષેત્રથી રૂજુમતિ નીચે રત્ન પ્રભા પૃથ્વીનું ક્ષુલ્લક પ્રતર લગે અને ઉર્વ તિષિના ઉપરના તલ લગે. અને તિર્યક અઢીદ્વિપ, બે સમુદ્ર, પન્નરકમભૂમી, ત્રીશઅકર્મભૂમી. અને છપ્પન અંતર દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિયના મને ગત ભાવ જાણે દેખે અને વિપુલમતિ તેજ ક્ષેત્ર અઢી અંગુલ અધિક દેખે. અને વિશુદ્ધ દેખે કાલ થકી રૂજુમતિ જઘન્યપણે પાપમને અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટપણે અતીત અનાગત જાણે દેખે. અને વિપુલમતિ તેજ અધિક અને વિશુદ્ધતર જાણે દેખે, ભાવથકી રૂજુમતિ અનંત ભાવ જાણે દેખે અને વિપુલમતિ તેજ અધિક અને વિશુદ્ધ જાણે દેખે.
५ केवलज्ञानम्. દ્રવ્યથી કેવલજ્ઞાન સર્વ દ્રવ્યને જાણે અને કેવલદર્શનથી દેખે. ક્ષેત્રથી અનંતક્ષેત્રને જેણે દેખે તેમજ કાલથી કેવલજ્ઞાન અનંતકાળને જાણે અને કેવળદર્શનથી દેખે તેમજ દ્રવ્યથી કેવલજ્ઞાન અનંતકાલને જાણે અને કેવલદર્શનથી દેખે. ભાવથકી કેવલજ્ઞાન અનંત ગુણપર્યાયને જાણે અને કેવલદર્શનથી દે. જ્ઞાનાવરણીયકર્મને સંપૂર્ણ નાશ થવાથી ક્ષાયિકભાવે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. અને દર્શનાવરણીયકર્મને સંપૂર્ણ નાશ થવાથી અનંત દર્શન ઉત્પન્ન થાય છે. કેવલજ્ઞાની સંપૂર્ણ પદાર્થને જાણે છે અને દેખે છે તેથી જે જે વસ્તુઓનું સ્વરૂપ કહે છે તે “સત્ય” કહે છે. કેવલજ્ઞાનીને કહેલે ધર્મ તે જ ખરે ધર્મ છે.
કેટલાક કહે છે કે-એક સમયે કેવલજ્ઞાનને ઉપયોગ
For Private And Personal Use Only