________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
भेदभिन्न जानाति पश्यति, इह यद्यपि सर्व द्रव्यग्रहणेनाकाशास्तिकायोपि गृह्यते तथापि तस्यक्षेत्रत्वेन रूढत्वाद् भेदेनोपन्यास: कालतः केवल ज्ञानी सर्व कालमतीतानागा वर्तमान भेदभिन्नं जानाति पश्यति भावतः केवलज्ञानी सर्वान् जीवगतान् भावान् गलिकषायागुरूलघुप्रभृतीन जानाति पश्यति ॥
કેવલજ્ઞાની દ્રવ્યથી ધર્માસ્તિકાય વગેરે સર્વ દ્રવ્યને સાક્ષાત જાણે છે. દેખે છે, ક્ષેત્ર થકી કેવલજ્ઞાની લેકાલેક ક્ષેત્રને જાણે દેખે છે. સર્વ દ્રવ્યમાં આકાશ દ્રવ્યનું ગ્રહણ થયું તે પણ તેને ક્ષેત્રપણું પ્રસિદ્ધ છે તેથી અત્ર ગ્રહણ કર્યું છે, કાલથકી કેવલજ્ઞાની વર્તમાન, ભૂત, ભવિષ્ય ત્રણ કાલને જાણે છે. દેખે છે. ભાવથકી કેવલજ્ઞાની પદ્રવ્યના ગુણપયયને જાણે દેખે છે સર્વ જીવોને પ્રાપ્ત થએલા ગતિકષાય અગુરૂ લઘુ આદિ ભાવેને જાણે છે દેખે છે. આ પ્રમાણે જે કેવલજ્ઞાનનું સ્વરૂપ છે તેની શ્રદ્ધા સમકિત જી રાખે છે. કેવલજ્ઞાનનું સ્વરૂપ અતિ સૂક્ષમ છે તેથી તે હાલના સમયના જીવને એકદમ યથાર્થ સમજાય નહીં તે પણ કેવલીનાં વચન સત્ય છે એમ શ્રદ્ધા કરવી.
શિષ્યપ્રશ્ન-તમે “જિનાગમાનુસારે કેવલજ્ઞાનનું જ સ્વરૂપ કહે છે તે યથાર્થ છે પરંતુ તેવું કેવલજ્ઞાનનું સ્વરૂપ મારા સમજવામાં ન આવે તે શંકા થાય તે વાસ્તવિક છે. જેને પૂર્ણ જ્ઞાન ન હોય તેને વસ્તુસ્વરૂપ વિચારતાં શંકા પડે.
શ્રીસદૂગુરૂ-મનુષ્યથી નિગોદ કેવલજ્ઞાન, સિદ્ધ સ્વરૂપ, વિગેરે સૂક્ષમ વિષયેનું સ્વરૂપ ન સમજાય તે ગીતાર્થને પુછી નિર્ણય કરો. કેટલીક બાબતોમાં તે શ્રદ્ધા રાખવી ઘટે છે. કેવલ જ્ઞાનનું સ્વરૂપ છે તે વિચાર કરતાં ન સમજાય તો શ્રદ્ધા રાખવી પણ ન સમજાય તેથી કેવલજ્ઞાનને મતિક૯૫નાથી અસત્ય શાસ્ત્ર વિરૂદ્ધ અર્થ કરે ન જોઈએ, ભવ્ય ઉત્સુત્ર ભાષણનું મહા
For Private And Personal Use Only