________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ પોતઃ
૪૩
परमज्योतिः પરમાત્મા પરમંતિઃ એટલે પરમ જ્ઞાન (કેવળજ્ઞાન) વાળા છે, માટે પ્રસંગનુસારે જ્ઞાનના ભેદ વર્ણન કરતાં કેવળજ્ઞાનનું સ્વરૂપ સમજાશે એમ જાણી વિવેચન કરાય છે.
તત્ર જ્ઞાનનું લક્ષણ કહે છે, “સ્વપરાવભાસકંજ્ઞાનમ ” પ્રથમ મતિજ્ઞાનનું લક્ષણ કહે છે, પાંચ ઇન્દ્રિય અને મનના સંબંધથી વસ્તુનું વિશેષ સ્વરૂપ જાણવું તેને મતિજ્ઞાન કહે છે. જેમ દીપકથી ઘટ પ્રકાશાય છે. તેમ મતિજ્ઞાનથી પદાર્થને પ્રકાશ થાય છે. મન અને ચક્ષુ વિના બાકીની ચાર ઈન્દ્રિયોથી વ્યંજનાવગ્રહ ચાર પ્રકારનું છે. મન અને ચક્ષુ વિનાની બાકીની ચાર ઇન્દ્રિય પ્રાયકારી છે. મન અને નયન બે ઇન્દ્રિય અપ્રાપ્યકારી છે. વ્યંજનાવગ્રહની સ્થિતિ આવલિના અસંખ્યાત ભાગ પ્રમાણ છે.
૧ અથવગ્રહ. ૨ ઈહા. ૩ અપાય. ૪ ધારણા. આ ચાર પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મનથી ઉત્પન્ન થાય છે.
૧ સ્પશાદિકને વ્યંજનાવગ્રહ થયા પછી ઇન્દ્રિયેથી કંઈક વસ્તુ છે એવું જ્ઞાન થાય છે તેને “અર્થાવગ્રહ ” કહે છે. 'નૈશ્ચ યિક અર્થાવગ્રહ ” એક સમયકાળ પ્રમાણ છે. વ્યાવહારિક અર્થ. વગ્રહ અંતર્મુહુર્ત પ્રમાણુ હોય છે.
૨ કેઈએક શબ્દના અર્થાવગ્રહ પછી વિચાર થયો કે આ શબ્દ મનુષ્યને છે કે જાનવરને છે એ તર્ક કરવો તેને હા ” કહે છે,
૩ અમુકને આ શબ્દ છે એમ નિર્ધાર કરે તેને “અપાય' કહે છે.
૪ પશ્ચાત્ તે અપાયભૂત વિષયને ધારણ કરી રાખતે ને ધારણ” કહે છે. ઈહિને કાલ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. છતા ધર્મને નિર્ધાર કરે તે “સમ્યગ અપાય કહે છે અને “અછતા ધર્મને” ને નિધાર કરે તેને “મિચ્યા અપાય' કહે છે“અ.
For Private And Personal Use Only