Book Title: Panchsutranu Parishilan
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 9
________________ ખેડીને જૂનાં બીજોને, ખરાબ બીજોને કાઢે ને પછી તેમાં નવા બીજો ઉગાવે તેમ આત્મામાંથી પાપના બીજ કાઢવાના, બીજ એટલે સંસ્કાર. હિંસા કરીએ તો પાપ બંધાય, સાથે સંસ્કાર ઉભા થાય. ઘણા ખરાબ સંસ્કાર અંદર આત્મામાં પડયા છે. દીક્ષા ગ્રહણ વિધિ : પાપપ્રતિઘાત અને ગુણબીજાધાન એ ૧ લા સૂગથી થાય પછી સાધુ ધર્મની પરિભાવના આવે. પરિભાવના એટલે અભ્યાસ, અનુભવ. સાધુ થતા પહેલા તેનો અભ્યાસ કરવો પડે, અનુભવ લેવો પડે. કોઈ પૂર્વનો આરાધિત જીવ હોય તો તેને એમનેમ પણ દીક્ષા અપાય. વજસ્વામીએ ૩ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. કલિકાલસર્વજ્ઞ ૫ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. જે એકદમ નવા હોય તેને પરિભાવના કરવાની. સાધુ થવું હોય, દીક્ષા લેવી હોય તો મા-બાપને ખુશ-પ્રસન્ન કરવા પડે. કોઈ અહીં પ્રશ્ન કરે કે મા-બાપ ના પાડે તો શું કરવું? લેવી કે ન લેવી ? શાસ્ત્રમાં બધા ઉપાય બતાવ્યા છે. મા-બાપને સમજાવવાના. કહેવાનું કે ચાલો આપણે સાથે દીક્ષા લઈને સાથે આરાધના કરીએ ને પછી ભવાંતરમાં પણ સાથે મોક્ષમાં જઈએ. સંસારમાં રહીએ તો ભવાંતરમાં પણ સાથે રહીએ એવું નહિ કારણોબધાના પાપ જુદા જુદા હોય. જ્યારે ધર્મ સાથે કરીએ તો ભવાંતરમાં સાથે રહેવાય. અષભદેવ ભગવાનનું આખુ કુટુંબ ગયા ભવમાં પણ સાથે ધર્મની આરાધના કરીને આવેલ હતું. આમ સમજાવવા છતાં પણ ન માને તો પછી પોતાના પૂરતી વાત કરવાની. તેમ છતાં ચ ન માને તો તેમને ખોટું કહેવાનું કે આજે રાત્રે મને (૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 196