Book Title: Panchsutranu Parishilan Author(s): Hemchandrasuri Acharya Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 8
________________ ગ્રંથ પરિચય અનંત ઉપકારી, ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર પરમાત્માના શાસનને અલંકૃત કરનારા પૂજ્યપાદ ચાકિની મહત્તરાસુનુ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા થઈ ગયા, જેમણે પોતાના જીવનકાળ દરમિયાન ૧૪૪૪ ગ્રંથોની રચના કરી. પૂર્વાચાર્ય રચિત આ પંચસૂગ ઉપર પૂજ્યપાદ્ શ્રી હરિભદ્રસૂરિજીએ ટીકા રચી... આ પંચસૂત્રનું પહેલું સૂત્ર તે પાપપ્રતિઘાત અને ગુણબીજાધાન. આ સૂત્ર બહુ મહત્વનું છે, આ પાયો છે. આ પાપપ્રતિઘાત અને ગુણબીજાધાન વગરની શ્રદ્ધા એ તાત્વિક બનતી નથી. તાત્વિક શ્રદ્ધા એટલે કે ૪ થા ગુણઠાણાના પરિણામો, જે આ ૧ લા સૂત્રથી થાય છે. પંચસૂરામાં પાંચ સૂત્રોનો સમુદાય છે. પાંચમા સૂત્રમાં મોક્ષનું સ્વરૂપ બતાવ્યું છે. મોક્ષનું વર્ણન છે. મોક્ષમાં આત્માનું સ્થાન સ્થિર છે, અક્ષય છે, અચલ છે. ચોથા સૂત્રમાં એ મેળવવાનો ઉપાય કે જે ચારિત્ર છે, તે ચારિત્ર કેમ પાળવું તે બતાવાયું છે. ત્રીજા સૂત્રમાં તે ચારિત્ર ગ્રહણ કેમ કરવું તે બતાવાયું છે. બીજા સૂત્રમાં તે માટે તૈયાર કેમ થવું તે બતાવાયું છે અને ૧ લું એ સૌથી પાયાનું સૂત્ર છે, જે આત્મામાંથી પાપનો પ્રતિઘાત અને આત્મામાં ગુણબીજાધાન- ગુણના આરોપણ વિષે છે. દેરાસર નવું કરવું હોય તો જમીન ખોદીને હાડકાદિ કાંઈ હોય તો તે કાઢીને પહેલા શુદ્ધિ કરવી પડે. ખેડૂત પહેલા ખેતર Jain Education international For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 196