________________
૨૦
પદ્મપામ
અને તમારી સાધનાને અવૈર, અહિંસા અને કરુણાને માગે વાળે!! આત્માના ઉદ્ધારના એ જ સાચા માર્ગ છે. ’
પણ આ તેા હાયેગી ! એના અંતરમાં કુમારની વાત ન વસી તે ન જ વસી !
પાર્શ્વ કુમારના પ્રયત્ન પથ્થર પર પાણી અની રહ્યો.
*
રાણી પ્રભાવતીના પ્રેમમાં પાર્શ્વ કુમાર નાહી રહ્યા હતા. પતિપરાયણા પ્રભાવતી જાણે પાર્શ્વ કુમારના પડછાયા અની ગયાં હતાં. આનંદ-સુખ, અને વૈભવ-વિલાસની સામગ્રીના કોઈ પાર ન હતા. દુઃખ કે અશાંતિનું કોઈ કારણ નહાતું. છતાં રાજકુમાર કયારેક ક્યારેક ઊંડા વિચારમાં ઊતરી જતા; અને એમના મુખ ઉપર ઉદાસીનતા અને વૈરાગ્યની રેખાએ ઊપસી આવતી.
*
રાણી પ્રભાવતીને ત્યારે ચિંતા થઈ આવતી : રખેને જળકમળ જેવું જીવન જીવનાર સ્વામી કચારેક ત્યાગી બનીને ચાલ્યા ન જાય !
એક સમયની વાત છે.
વસંત ઋતુનું આગમન થયું અને આખી ધરતી રંગબેર’ગી પુષ્પાથી શૈાભી ઊઠી. હવામાં પુષ્પાની માદક સુગંધ વહેવા લાગી. કાયલના મધુર ટહુકાર દિશાઓને ભરી દેવા લાગ્યા.
ઉદ્યાનપાલકે આવીને કુમાર પાર્શ્વને વિજ્ઞપ્તિ કરી ઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org