________________
૧૦૨
પદ્મપરાગ
જગાડી દીધા. - ગુરુ શીલગુણસૂરિ પણ ગુર્જર ભૂમિના આ રતનને હમેશાં કેળવતા, શૂરાતનના પાઠ શીખવતા અને ગુર્જરપતિ થવાનો સાચે મારગ બતાવતા.
આ રીતે ધન અને સૈન્ય ભેગું કરવાની મહેનતમાં તેમ જ લડાઈની સામગ્રી એકત્ર કરવામાં એનાં પચાસ વરસ–અડધી જિંદગી–વીતી જવા છતાં એ ન થાયે, ને નિરાશ થયે કે ન મનથી હારી ગયે.
અને આખરે, એક દિવસ, વીર વનરાજના મનોરથ સફળ થયા. એણે પિતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું, અને એ ગુજરાતને રાજા બની ગયે. ગુજરાતની ધરતીને એણે પારકા રાજાના હાથમાંથી મુક્ત કરી, અને ઈતિહાસમાં એ ગુજરાતના પનોતા પુત્ર અને શૂરે સપૂત ગણાયે.
પચાસ વરસે એ ગાદીએ બેઠે. સાઠ વરસ જેટલા લાંબા સમય સુધી એણે રાજ્ય ભેગવ્યું અને એક સે ને દસ વરસની ઉંમરે એ વિદેહ થઈને અમર બની ગયે.
ગુજરાતના રાજા બન્યા પછી એણે પ્રજાને સુખી કરી હતી અને રાજ્યને મજબૂત બનાવ્યું હતું; છતાં શરૂઆતમાં એણે ચેરી અને લૂંટ કરેલી કે ધાડ પાડેલી એટલે બધા એના રાજ્યને ચોરટાઓનું રાજ્ય કહેતા. કેઈએને સાચા રાજા તરીકે અને એને રાજ્યને ન્યાયી રાજ્ય તરીકે માન ન આપતા. જ્યારે પણ આસપાસના રાજાઓનાં નામ લેવાતાં ત્યારે વનરાજને સહુ લૂંટારે કહીને જ ઓળખતા ! | વનરાજને આ કલંક બહુ જ સાલતું. પણ ગામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org