________________
ભાંગ્યાના ભેરુ
૧૩
ધરતીના પુત્રની ન આશા ફળી, ન પ્રાના ફળી; અને જોતજોતામાં આખું ચામાસ, પાણીની એક સરવાણીય આપ્યા વગર, વીતી ગયું.
ગુજરાતની ધરતી ઉપર ભીષણ દુષ્કાળના આળા
પથરાઈ ગયા !
*
ગુજરાતના ઇતિહાસને સુવણૅ યુગ તે સેાલંકી યુગ.
એ યુગના આદિપુરુષ મૂળરાજ સાલ’કીએ એ યુગને પાયેા નાખ્યા, એ વાતને એકાદ સૈકા પૂરા થવા આવ્યે હતા; અને એમની જીવનલીલાને સંકેલાઈ ગયાનેય પાંચેક દાયકા થવા આવ્યા હતા.
વિક્રમના અગિયારમો સૈકો પૂરો થવામાં હતેા; અને ગુજરાત ઉપર રાજા ભીમદેવની આણ પ્રવર્તતી હતી. એ શક્તિશાળી રાજવીએ ગુજરાતની કીર્તિ અને શક્તિને સારી રીતે વધારી હતી.
એ રાજવીના વખતમાં ગુજરાત ઉપર આવો ભય કર દુષ્કાળ ફરી વળ્યેા.
મહેસૂલ ભરવાની ખેડૂતમાં શક્તિ રહી ન હતી; અને મહેસૂલ જતું કરવાની રાજ્યની તૈયારી ન હતી...રાજ્યના ખજાના તા ગમે તે રીતે ભરવાના જ હતા ! એટલે પેટે પાટા આંધવા પડે તે ભલે, પણ રાજ્યનું મહેસૂલ ભર્યાં વિના ખેડૂતને છૂટા ન હતા—સિંહાસનના ધણીની આજ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org