Book Title: Padmaparag
Author(s): Ratilal D Desai
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 180
________________ ૧૬૩ જ્ઞાનપંચમી કઈ રીતે હૈયામાં ઊતરે જ નહીં. વરદત્ત તે સાવ ઠોઠ નિશાળિયે રહ્યો! વિદ્યાને અને એને જાણે બારમે ચંદરમા! માતા-પિતા ભારે વિમાસણમાં પડી ગયાં. એ બિચારાં ઘણું ઘણું ચિંતા કરે, ઘણું ઘણું ઈલાજે કરે, એક ગુરુને બદલીને બીજા મોટા મોટા પંડિતોને રાખે, પણ બધુંય જાણે પથ્થર ઉપર પાણી! મૂળમાં બીજ જ સડેલું હોય ત્યાં ખેડૂત, ખેતર, ખાતર, પ્રકાશ કે પાણી શું કરી શકે? પણ વિદ્યા ચડે કે ન ચડે, અને હોંશિયારી આવે કે ન આવે, ઉંમર કંઈ રાહ જોવા નથી રેકતી, એ તો પિતાને માર્ગે આગળ વધ્યા જ કરે છે. વરદત્તની ઉંમર વધવા લાગી. હવે તે એણે યૌવન તરફ ડગ ભરવા માંડ્યાં. પણ એ યુવાની ભારે કમનસીબીને ભાર લઈને આવી! વિદ્યામાં સાવ મૂરખ વરદત્તને, જાણે અધૂરામાં પૂરું થવાનું હોય એમ, પાંગરતા યૌવનમાં જ કેહના રોગે ઝડપી લીધે! અને જોતજોતામાં વરદત્તનાં અંગેઅંગ અને મેરેમમાં એ વ્યાધિ પ્રસરી ગયે; અને એને રૂપાળે અને તંદુરસ્ત દેહ પાચ-પરુને પૂડો બની ગયે! ક્યાં જનમને રાજકુમાર અને ક્યાં કરમને આ રેગી ! રાજા અજિતસેન અને રાણી યશોમતીની ચિંતાની અવધિ થઈ ગઈ. ઉપચાર તે અનેક કર્યા, પણ રેગ જાણે અમરપટો લઈને આવ્યું હતું. એમાં કઈ ફરક ન પડ્યો. ઔષધ બધાં એળે ગયાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194