________________
૧૬૩
જ્ઞાનપંચમી કઈ રીતે હૈયામાં ઊતરે જ નહીં.
વરદત્ત તે સાવ ઠોઠ નિશાળિયે રહ્યો! વિદ્યાને અને એને જાણે બારમે ચંદરમા!
માતા-પિતા ભારે વિમાસણમાં પડી ગયાં. એ બિચારાં ઘણું ઘણું ચિંતા કરે, ઘણું ઘણું ઈલાજે કરે, એક ગુરુને બદલીને બીજા મોટા મોટા પંડિતોને રાખે, પણ બધુંય જાણે પથ્થર ઉપર પાણી! મૂળમાં બીજ જ સડેલું હોય ત્યાં ખેડૂત, ખેતર, ખાતર, પ્રકાશ કે પાણી શું કરી શકે?
પણ વિદ્યા ચડે કે ન ચડે, અને હોંશિયારી આવે કે ન આવે, ઉંમર કંઈ રાહ જોવા નથી રેકતી, એ તો પિતાને માર્ગે આગળ વધ્યા જ કરે છે.
વરદત્તની ઉંમર વધવા લાગી.
હવે તે એણે યૌવન તરફ ડગ ભરવા માંડ્યાં. પણ એ યુવાની ભારે કમનસીબીને ભાર લઈને આવી! વિદ્યામાં સાવ મૂરખ વરદત્તને, જાણે અધૂરામાં પૂરું થવાનું હોય એમ, પાંગરતા યૌવનમાં જ કેહના રોગે ઝડપી લીધે! અને જોતજોતામાં વરદત્તનાં અંગેઅંગ અને મેરેમમાં એ વ્યાધિ પ્રસરી ગયે; અને એને રૂપાળે અને તંદુરસ્ત દેહ પાચ-પરુને પૂડો બની ગયે! ક્યાં જનમને રાજકુમાર અને ક્યાં કરમને આ રેગી !
રાજા અજિતસેન અને રાણી યશોમતીની ચિંતાની અવધિ થઈ ગઈ. ઉપચાર તે અનેક કર્યા, પણ રેગ જાણે અમરપટો લઈને આવ્યું હતું. એમાં કઈ ફરક ન પડ્યો. ઔષધ બધાં એળે ગયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org