SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મપરાગ પણ એ આનંદ ઝાઝો વખત ન ટક્યો. વરદત્ત જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ સૌને લાગતું ગયું કે એનામાં બુદ્ધિની સાવ ખામી છે. જરાક વધુ મોટો થયે અને સૌને ખાતરી થઈ કે આ તે સાવ જડભરત! અકલ અને હોંશિયારીને તે એનામાં છાંટોય ન મળે. ઉંમર વધી પણ અકકલ ન વધી તે ન જ વધી ! કાયા કેવી રૂડી-રૂપાળી, છતાં બુદ્ધિ કેવી બૂડી ! વાહ રે કર્મરાજા ! બિચારાં રાજા-રાણીની ચિંતાને પાર ન રહ્યો. એમને થતું : આ અકલહીન કુમાર પિતાના કુળને કેવુંક અજવાળશે અને રાજપાટ કેવી રીતે સાચવશે ? કુંવર આઠ વર્ષનો થયે અને એને વિદ્વાન અને નિપુણ ગુરુની પાસે ભણવા મોકલ્યા. રાજકુમારના ગુરુમાં તે શી ખામી હોય ? ગુરુ તે એવા જ્ઞાની કે સાક્ષાત્ બ્રહસ્પતિને જ અવતાર ! અક્કલનાં તાળાં એ પળવારમાં ઉઘાડી દે અને જ્ઞાનની પાંખો આપે. એના ચેલા તે જાણે આભમાં ઊડવા માંડે ! પણ બિચારે વરદત્તને તે અક્કલ જ નહીં, એમાં બિચારા ગુરુ શું કરે? ગુરુ ભણાવી ભણાવીને થાકી જાય, અને ચેલે પણ ગોખી ગોખીને કાયર થઈ જાય, પણ મૂળમાં બુદ્ધિ જ બંડી, એમાં કેઈ શું કરે? હેઠની વિદ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy