________________
જ્ઞાનપંચમી
શૂરાતન અને સૌંદર્ય જાણે ભેગાં મળ્યાં હતાં ! રાજાને ન્યાય બધે વખણાય.
પણ કુદસ્તને ન્યાય તે ભલભલાના ન્યાયનેય ટપી જાય એવે અદલ અને અફર હોય છે. કઈ પણ એનાથી છટકી ન શકે.
કુદરતને મન રાજા કે રંકના, મોટા કે નાનાના, ઊંચ કે નીચના કઈ ભેદ નથી. એને માટે તે ગુને કરે એ ગુનેગાર અને ગુણ કેળવે એ માટે ! ગુનાની સજા અને ગુણનું ઇનામ એ જ એને અદલ ઈન્સાફ ! સારા કે માઠા કૃત્યનું ફળ આપ્યા વગર એ રહે જ નહીં !
રાજા-રાણીને માથે પણ કુદરતનો આવો જ કઈ આકરે ન્યાય વરસી ગયે.
વાત કંઈક આવી બની હતી ?
રાણી યમતીએ એક કુંવરને જન્મ આપે. કુંવર પણ કે? રૂપ-રંગે દેવકુમાર જે રૂપાળે અને જોતાં જ રમાડવાનું મન થાય અને ભલભલાને હેત કરવાનું દિલ થઈ આવે એ !
રાજાના રેમમમાં આનંદ આનંદ વ્યાપી ગયે. રાજમહેલમાં આનંદ આનંદ થઈ રહ્યો.
પ્રજામાં ઘેર ઘેર આનંદ ફેલાઈ ગયે–રાજગાદીના વારસને જન્મ થયે હતું ને
કુંવરનું નામ રાખ્યું વરદત્તકુમાર! જાણે દેવના કે પૂર્વપુણ્યના વરદાનથી જ મળે ન હોય !
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org