________________
ભાવનાનાં મૂલ
વિક્રમના તેરમા સૈકાને એ સમય. ગુજરાતમાં કંઈક નવો યુગ શરૂ થયે હતો: કેટલાંક વર્ષની અરાજક્તા અને અવ્યવસ્થા પછી ગુજરાતનું રાજ્ય ફરી સ્થિર અને શક્તિશાળી બનતું જતું હતું.
આ નવા યુગમાં ગુજરાતના પાટનગર અણહિલવાડના રાજસિંહાસનના પાયા ડગમગવા લાગ્યા હતા; અને ગુજરભૂમિની રાજસત્તાનું કેન્દ્ર ળકામાં જામવા લાગ્યું હતું.
ચૌલુક્ય વંશની જ એક શાખા વાઘેલા; એ શાખાના રાજા લવણપ્રસાદ અને તેનો પુત્ર વિરધવળ ભારે પરાક્રમી અને ભારે નિષ્ઠાવાન રાજપુરુષ હતા. ગુજરાતની રાજસત્તાને સબળ અને સુવ્યવસ્થિત કરવા માટે પિતાપુત્રની આ જેડે તનતોડ પ્રયત્ન આદર્યા હતા.
તે કાળે સૂર્ય અને ચંદ્રની જેડ જેવા બે તેજસ્વી ભાઈઓ થઈ ગયા. એમની જાત તે હતી વાણિયાની, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org