Book Title: Padmaparag
Author(s): Ratilal D Desai
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 162
________________ ભાવનાનાં મૂલ પછી તે ગામેગામ આમંત્રણ મોક્લવામાં આવ્યાં. અને અત્યાર સુધી ન નીકળે હેય એ મોટો યાત્રાસંઘ કાઢવાની બધી તૈયારીઓ થવા માંડી. એ તૈયારીમાં કશી વાતની ખામી ન રહે, એ માટે મહામંત્રી વસ્તુપાળ પિત, અને મંત્રી તેજપાળ અને દેવી અનુપમા રાતદિવસ ધ્યાન આપવા લાગ્યાં. થોડા વખતમાં તે હાલતાચાલતાં અનેક દેવમંદિર, હાથી, ઘોડાઓ, સેંકડો સુખપાલે, વેલ, રથ, હજારે ગાડાંઓ, ખેવાળે અને ઉતારા માટે અસંખ્ય તંબૂઓ તૈયાર થઈ ગયાં. ગામેગામથી ભાવિક નરનારીઓ હજારોની સંખ્યામાં આવી પહોંચ્યાં અને ધોળકા નગરની ચોતરફની વિશાળ ધરતી જાણે સાંકડી બની ગઈ. અને એ બધું જોઈને, જાણે પિતાની ભાવનાને સિદ્ધિનાં દર્શન કરતા હોય એમ, મહામંત્રી વસ્તુપાલ ગદ્દગદ બની જતા. એમના નેત્રે હર્ષાશ્રુથી ભીનાં બની જતાં. એમને પિતાનાં જીવન અને ધન કૃતાર્થ થયાં લાગતાં. અને એ કૃતાર્થતામાં ભાગીદાર બનવા આવેલાં નરનારીઓને એ ભાવપૂર્વક વંદન કરતા. અત્યારે જાણે વસ્તુપાલ મહામંત્રી મટી ગયા હતા, પિતાનું મહામંત્રીપદ વીસરી ગયા હતા અને એક ધર્મપુરુષ બની ગયા હતા. સંઘપતિનું પદ એમને મન સર્વસ્વ જેવું બની ગયું હતું. એની જવાબદારી સારી રીતે પૂરી ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194