________________
ભાવનાનાં મૂલ
પછી તે ગામેગામ આમંત્રણ મોક્લવામાં આવ્યાં. અને અત્યાર સુધી ન નીકળે હેય એ મોટો યાત્રાસંઘ કાઢવાની બધી તૈયારીઓ થવા માંડી. એ તૈયારીમાં કશી વાતની ખામી ન રહે, એ માટે મહામંત્રી વસ્તુપાળ પિત, અને મંત્રી તેજપાળ અને દેવી અનુપમા રાતદિવસ ધ્યાન આપવા લાગ્યાં.
થોડા વખતમાં તે હાલતાચાલતાં અનેક દેવમંદિર, હાથી, ઘોડાઓ, સેંકડો સુખપાલે, વેલ, રથ, હજારે ગાડાંઓ, ખેવાળે અને ઉતારા માટે અસંખ્ય તંબૂઓ તૈયાર થઈ ગયાં.
ગામેગામથી ભાવિક નરનારીઓ હજારોની સંખ્યામાં આવી પહોંચ્યાં અને ધોળકા નગરની ચોતરફની વિશાળ ધરતી જાણે સાંકડી બની ગઈ.
અને એ બધું જોઈને, જાણે પિતાની ભાવનાને સિદ્ધિનાં દર્શન કરતા હોય એમ, મહામંત્રી વસ્તુપાલ ગદ્દગદ બની જતા. એમના નેત્રે હર્ષાશ્રુથી ભીનાં બની જતાં. એમને પિતાનાં જીવન અને ધન કૃતાર્થ થયાં લાગતાં. અને એ કૃતાર્થતામાં ભાગીદાર બનવા આવેલાં નરનારીઓને એ ભાવપૂર્વક વંદન કરતા.
અત્યારે જાણે વસ્તુપાલ મહામંત્રી મટી ગયા હતા, પિતાનું મહામંત્રીપદ વીસરી ગયા હતા અને એક ધર્મપુરુષ બની ગયા હતા. સંઘપતિનું પદ એમને મન સર્વસ્વ જેવું બની ગયું હતું. એની જવાબદારી સારી રીતે પૂરી
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org