SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ પદ્મપરાગ વિનંતિ કરી: ગુરુ દેવ ! મને સંઘપતિપદના આશીર્વાદ આપવાને અનુગ્રહ કરે !” આવે જશ લે કેને ન ગમે? પણ ગુરુ પણ ખૂબ શાણું, વિચક્ષણ અને વિવેકવંત હતા. નરચન્દ્રસૂરિએ કહ્યું: “મહાનુભાવ, અમે છીએ મલધારી ગ૭ના, અને તમારા કુળમાં હમેશાં નાગૅદ્ર ગચ્છના ગુરુની આજ્ઞા પ્રવર્તે છે. અમે તે તમારી સાથે જ છીએ, પણ નાગેન્દ્રગચ્છના આચાર્ય વિજયસેનસૂરીશ્વરજીને બોલાવીને એમની પાસેથી સંઘપતિપદના આશીર્વાદ , એ જ ઉચિત ગણાય. વિનય એ ધર્મનું પહેલું પગથિયું લેખાય. એને કદી ન ચૂકીએ !” મહામંત્રી ગુસ્મી વિવેકભરી વાણીને અંતરમાં ઝીલી રહ્યા. - મહામંત્રીને પ્રાર્થનાપત્ર મળે અને આચાર્ય વિજ્યસેનસૂરિ તરત જ ધૂળકા આવી પહોંચ્યા. એ પણ એટલા જ વિવેકવંત હતા. એમણે નરચન્દ્રસૂરિને પિતાની સાથે રાખ્યા. અને બન્ને ગુરુઓએ સાથે રહીને મહાઅમાત્ય વસ્તુપાલને સંઘપતિપદના આશીર્વાદ આપ્યા. આખા નગરમાં એ પ્રસંગ એક મહત્સવ જે બની ગયે. જાણે કેઈ રાજ્યતિલકને અવસર હોય એવી રીતે સંઘપતિપદના તિલકને ઉત્સવ પ્રજાએ ઊજજો. બધે આનંદ આનંદ થઈ રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy