________________
પદ્મપરાને
અને વનરાજ ચાવડાના સમયથી ચાલ્યા આવતા પિતાના અધિકારનું જતન કરવા રાજા દુર્લભરાજ પાસે માગણી કરી. - દુર્લભરાજે રાજસભામાં એ વાતને વિચાર કરવાનું કહીને એમને વિદાય કર્યા.
બીજે દિવસે રાજસભાનો ખંડ ચિકાર ભરાઈ ગયે. આજે શું થાય છે, એ જાણવા સૌ ખૂબ ઉત્સુક હતા. રાજા દુર્લભરાજે આસન લીધું અને આ વાતને વિચાર શરૂ થશે. પુરોહિત સેમેશ્વરે પોતાની વાત મૂકી, ચૈત્યવાસીઓએ જેરપૂર્વક પોતાની વાત રજૂ કરી.
સેમેશ્વરદેવે કહ્યું : “આવા સુવિહિત શ્રમણને આખા નગરમાં ક્યાંય સ્થાન ન મળ્યું અને તેઓ મારે આંગણે પધાર્યા. મેં શાસ્ત્રજ્ઞાને વિચાર કરીને અને ગુણગ્રાહકદૃષ્ટિથી દોરવાઈને એમને મારે ત્યાં ઊતારે આપે. એટલામાં ચૈત્યવાસીઓના માણસો મારે ત્યાં આવીને બને સુવિહિત શ્રમણને વિદાય કરી દેવાનું કહેવા લાગ્યા. મેં એમની વાત ન સ્વીકારતાં રાજ્ય પાસે ન્યાયની માગણી કરી. આમાં દોષ ક્યાં છે, એ જ સમજવું મુશ્કેલ છે. અને છતાં આમાં કંઈ દોષ થતા ભાસતે હોય તે તે મારા અતિથિઓને નહીં, પણ મારે પિતાનો જ દે છે અને -તેથી એ માટે જે કંઈ સજા કરવાની થતી હોય તે મને કરવામાં આવે એટલી જ મારી માગણે છે.” | દુર્લભરાજગંભીર બનીને સાંભળી રહ્યા. એમનું અંતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org