________________
લોકભાષાને જય
ગૌડ નામને દેશ. જૂના વખતના બંગાળને એક ભાગ. મંત્ર-તંત્ર, દોરા-ધાગા અને કામણ-મણની જાણે જન્મભૂમિ.
ત્યાં કેશલા નામે નાનું સરખું ગામ. એ ગામમાં એક બ્રાહ્મણ રહે, મુકુંદ એનું નામ.
બ્રાહ્મણ તે સરસ્વતીને પુત્ર લેખાય; એના ઉપર તે માતા સરસ્વતીના ચારે હાથ હોય. બધી વિદ્યાઓ જાણે એના કોઠામાં વસે.
પણ જન્મ બ્રાહ્મણ હોવા છતાં મુકુંદને તે જાણે સરસ્વતી માતા ભૂલી જ ગયાં હતાં ! ભણવા-ગણવાનું નામ નહીં. એને અને વિદ્યાને જાણે સે ગાઉનું છેટું ! એને જોઈને તે કેઈને એમ જ લાગે કે આ બ્રાહ્મણપુત્ર જ નહીં—એ સાવ ઠોઠ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org