________________
પિરાગ
મહાવીર બે વર્ષ ઘરમાં વધુ રોકાવાને કબૂલ થયા. માતાપિતાનાં હેત જાળવ્યાં તે ભાઈનાં હેત કંઈ ઓછાં હતાં કે
એને ઉવેખી શકાય? - વિશ્વવત્સલ બનનાર આત્મા કુટુંબવત્સલ બનવાનું કેમ ચૂકે? , પણ એ બે વર્ષને ઘરવાસ તે કેવળ જળકમળની ક્રિીડા જ બની રહ્યોઃ ઘરમાં રહે છતાં સદા ત્યાગી ને ત્યાગી! ખાનપાન પણ એવા જ રસ-કસ વગરનાં લેવા લાગ્યા. જાણે ઘરને ભવિષ્યના ઊગ્ર અને દીર્ઘ તપસ્વી જીવનની શાળા જ બનાવી જાણ્યું !
એ બે વર્ષની અવધિ પણ પૂરી થઈ. હવે તે કોઈ મેહબંધન, સ્નેહબંધન કે સંકલ્પબંધન વચમાં નહોતું.
એટલે પિતાનું ગણાય એવું ધન, ધાન્ય, રૂચ, સુવર્ણ, હીરા, માણેક, રથ, અશ્વ, હાથી વગેરે બધું એમણે હસતે મએ, હોંશે હોંશે, એક વર્ષ લગી દાનમાં આપી દીધું. - વર્ધમાનનું એ વાર્ષિક દાન અમર બની ગયું.
હવે તો દીક્ષાને દિવસ પણ આવી પહોંચે. " - સ્વજને સહુ ભેગાં મળ્યાં. - અંગ ઉપર સુગંધી દ્રવ્ય-ચંદન આદિ-નાં ઘેરાં ઘેરાં વિલેપન થયાં. મહામૂલાં સુગંધી દ્રવ્યોથી સુવાસિત જળના અભિષેક થયા. .
ચારેકેર સૌરભ સૌરભ મહેકી રહી. :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org