Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ દ્વાર ૧૩૪મું - 12 વર્ષની સંખના 397 સાફ કરે. રૂક્ષપણાને લીધે મોટું બંધ થઈ જાય તો છેલ્લા સમયે નવકારનું ઉચ્ચારણ ન કરી શકે. આવું ન થાય એ માટે તેલના કોગળા કરે. આમ 12 વર્ષની સંલેખના કરીને પછી છ કાયની હિંસા ન થાય તેવા પર્વતની ગુફા કે બીજા સ્થાનમાં જઈને ભક્તપરિજ્ઞા, ઇંગિની કે પાદપોપગમન - આ ત્રણમાંથી 1 અનશન સ્વીકારે. (2) મધ્યમ સંલેખના - તે એક વર્ષની છે. તે ઉપર મુજબ જ જાણવી, પણ વર્ષની બદલે મહિના સમજવા. (3) જઘન્ય સંલેખના - તે છ મહિનાની છે. તે ઉપર મુજબ જ જાણવી, પણ વર્ષની બદલે પક્ષ સમજવા. ભગવાન જ મારા નાથ છે. ભગવાન જ મારા સ્વામી છે. ભગવાન જ મારા દેવ છે. ભગવાન જ મારા પ્રભુ છે. આ વાત અસ્થિમજ્જા થવી જોઈએ. અર્થપત્તિથી - પ્રભુ! હું તારા આશ્રિત છું. પ્રભુ! હું તારો સેવક છું. પ્રભુ! હું તારો દાસ છું. પ્રભુ ! હું તારો નોકર છું. આ વાત આત્મવ્યાપી બની જવી જોઈએ.