________________
अनुबन्धचतुष्टयम्
सुगमार्था । नवरं 'नयार्थदेशिनं' इत्यनेन विशेषणेन प्रभोर्वचनातिशयः कथितः । यथार्थवचनस्य ज्ञानेन विनाऽसम्भवितया तेनैव ज्ञानातिशयोऽपि सूचितः । 'विशेषेणेरयति कम्पयति सर्वापायमूलं कर्मेति वीरः' इति व्युत्पत्त्याऽपायापगमातिशय उक्तः । 'तपआदि पराक्रमलक्षणेन वीर्येण राजत इति वीरः' इति व्युत्पत्त्या च पूजातिशयो ज्ञापितः, निकृष्टतपसो देवपूज्यत्वात् । एवञ्च प्रभोश्चत्वारोऽप्यतिशयाः प्रोक्ताः । तत्र च पूजातिशयं दृष्ट्वा बालानां, सर्वापायमूलं कर्म यया कम्प्यते तामतिघोरां साधनां दृष्ट्वा मध्यमानां, यथार्थवादित्वं च ज्ञात्वा पण्डितानां प्रभौ परमाप्तत्वनिर्णयो भवति । ज्ञानातिशयस्य यथार्थवचनानुमेयतया यथार्थवचन एव चरितार्थतया च न स्वतन्त्रं तन्निर्णायकत्वम् । अत एव कलिकालसर्वज्ञैः श्रीमद्भिहेमचन्द्राचार्यैरन्ययोगव्यवच्छेदद्वात्रिंशिकायां-अयं जनो नाथ! तव स्तवाय गुणान्तरेभ्यः स्पृहयालुरेव। विगाहतां किन्तु यथार्थवादमेकं परीक्षाविधिदुर्विदग्धः॥२॥ इत्युक्तम्।
વિવેચન-ગાથાનો અર્થ સુગમ છે. અહીં પ્રભુના “નયાર્થદેશી’ એવા વિશેષણ દ્વારા ભગવાનના વચનાતિશયને જણાવ્યો છે. વળી યથાર્થવચન જ્ઞાન વિના સંભવિત નથી. એટલે આ જ વિશેષણ દ્વારા જ્ઞાનાતિશય પણ સૂચિત કરેલો જાણવો. વળી ‘વીર’ એવા શબ્દની “સર્વ અપાયના મૂળભૂત કર્મને વિશેષ પ્રકારે કંપાવી નાખે તે વીર' આવી વ્યુત્પત્તિ લઈએ તો અપાયાપગમાતિશય કહેવાયેલો છે અને “તપ વગેરે પરાક્રમરૂપ વીર્યથી શોભે તે વીર’ આવી વ્યુત્પત્તિ લઈએ તો પૂજાતિશય જણાય છે, કારણ કે વિકૃષ્ટ તપસ્વીને દેવો પણ પૂજે છે. આમ પ્રભુના ચારે અતિશયો અહીં જણાવેલા છે. આ ચારમાંથી પૂજાતિશયને જોઈને બાળજીવો “પ્રભુ પરમઆપ્ત પુરુષ છેએવો નિર્ણય કરે છે. સર્વ અપાયના મૂળભૂત કર્મોને કંપાવી નાખનાર ઘોર સાધના જોઈને મધ્યમ જીવો એવો નિર્ણય કરે છે અને યથાર્થવાદિતા જોઈને પંડિતજીવોને એવો નિર્ણય થાય છે. પ્રભુનો જ્ઞાનાતિશય યથાર્થવચન પરથી જ છપ્રસ્થને અનુમાન દ્વારા જણાય છે. વળી એ યથાર્થવચનનું સંપાદન કરીને (છબસ્થ-ઉપકાર્ય જીવોની અપેક્ષાએ) ચરિતાર્થ થઈ જાય છે. માટે એના પરથી સ્વતંત્ર રીતે પ્રભુના પરમઆપ્તત્વનો નિર્ણય થઈ શકતો નથી. એટલે જ કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે અન્યયોગવ્યવચ્છેદકાર્નાિશિકામાં કહ્યું છે કે – હે નાથ ! તારો આ સેવક તારા અન્ય ગુણો દ્વારા તારી સ્તવના કરવાને ઇચ્છુક છે જ, છતાં યથાર્થ આપ્તપુરુષ કોણ છે અને કોણ નથી ? એની પરીક્ષા કરવામાં દુર્વિદગ્ધ એવો એ એકમાત્ર યથાર્થવાદ નામના ગુણને જ ચકાસો.. (એનાથી જ તારું પરમ આપ્તત્વ નિશ્ચિત થઈ જાય એમ છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org