________________ નારી ચરિત્ર દાન આપનાર ભીલ દંપતીને એક સિંહે કારણ વિના જ મારી નાખ્યું. તેથી હું કેવી રીતે વિશ્વાસ કરું કે દાનનું ફળ મહાન છે ?" શ્રેષ્ઠિપુત્રે કહ્યું રાજન ! હું જ તે ભીલ છું, જેણે તમને અન્નદાન આપ્યું હતું. થોડા સરખા અન્નદાનનું જ આ ફળ છે કે મારે જ... કરોડપતિ શેઠને ઘેર થયો છે. “રાજન ! આ દાનના પ્રભાવથી જ પૂર્વ જન્મની મારી પત્ની ભીલડીએ અવંતીના દાના શેઠને ઘેર જન્મ લીધો છે. મોટી થઈને તે મારી પત્ની બનશે.” - “રાજન મને બેલતે જોઈને તમે સહેજ પણ નવાઈ ન પામશે. કારણ કે દેવી પદ્માવતી જ તમને આ બધું રહસ્ય જણાવી રહી છે. * - તે પછી નવજાત બાળકમાં રહેલી દેવી પદ્માવતી ચાલી ગઈ અને બાળક સ્વાભાવિક રીતે રુદન કરવા લાગ્યો. - રાજા આ રહસ્યના સ્પષ્ટીકરણથી અત્યંત પ્રસન્ન અને સંતુષ્ટ થયો. રાજાએ શેઠ શ્રીપતિને પાંચસે ગામ પુત્ર જન્મની વધાઈમાં આપ્યાં અને પહેલાંની જેમ જ મુકત હાથે દાન કરવા લાગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust