________________ નારી ચરિત્ર 25 સરખામણી કરી રહ્યો હતો. તે જ વખતે અચાનક રત્ન તેના હાથમાંથી છૂટી ગયું અને રત્નાકરમાં સમાઈ ગયું. કટિમતિએ કહ્યું- - રાજન્ ! હું તો હવે ઘેર જાઉં છું. તમે મંત્રીઓ સાથે વિચાર-વિમર્શ કર્યા પછી જ પગલું ભરજે, કારણ કે શતમતિ વધને યોગ્ય નથી.” આમ કહીને કટિમતિ ચાલ્યો ગયો અને રાજા વિકમાદિત્યે શતમતિ, સહસ્રમતિ, લક્ષમતિ અને કેટિમતિચારે અંગરક્ષકેના વધનો નિશ્ચય કરી નાખ્યો. સૌથી પહેલાં તો તેઓ શતમતિને જ મારી નંખાવવા માગતા હતા. તેથી સવારે ઊઠીને તરત જ રક્ષક દળના પ્રમુખ (કેટવાળ)ને આજ્ઞા આપી કે શતમતિને ફાંસીએ ચડાવી દે. રક્ષક દળને વડે શતમતિને પકડીને લઈ ગયો. શતમતિએ કેટવાલને કહ્યું - હું કેટવાલ! ફાંસીએ ચડતા પહેલાં હું મારા અપરાધ જાણવા માગું છું.” કેટવાલે કહ્યું - શતમતિ! અપરાધ બાબતમાં તો રાજા જ જણાવી શકે. હું તે તેમની આજ્ઞાનું પાલન જ કરી રહ્યો છું.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust