________________ નારી ચરિત્ર ન ધન મળતાં જ સામાન્ય રીતે માણસ અવિવેકી બની જાય છે. આ તથ્યના આધારે પદ્મ ખેડૂત એક વેશ્યાના પ્રેમરંગમાં આસકત રહેવા લાગ્યો. - વેશ્યા પણ તેને ખૂબ ચાહતી હતી, કારણ કે પદ્મ ખેડૂત વેશ્યાને દરરોજ પાંચસે સેનામહોર આપતો હતો. વેશ્યાની માતાએ પોતાની બેટીને કહ્યું “તું આ પરદેશી પાસેથી આ રહસ્ય જાણી લે કે તે આ યષ્ટ ધન દરરોજ તને કેવી રીતે આપે છે. પછી. દરરોજ માગણી કરવાની માથાકૂટ જતી રહેશે.” કામિની આગળ મોટા-મોટા ધીર-વીર પણ નમી પડે છે. વેશ્યાના નાટકીય પ્રેમાગ્રહથી લાચાર બનીને પદ્મ ખેડૂતે સિલ્ફરનું રહસ્ય જણાવી દીધું અને પછી આખું જીવન પસ્તાવો કરતો રહ્યો. આ વાર્તા સંભળાવ્યા પછી બીજે દિવસ પણ ખાલી પસાર થઈ ગયા. આ વાર્તાથી રાજાની જિજ્ઞાસા ડી ઘટી ખરી, પણ પૂર્ણ રીતે શાન્ત ના થઈ. તેથી રાજાએ ત્રીજા દિવસે ફરીથી આગ્રહ કર્યો. બાલપંડિતાએ રાજાને ફરીથી સમજાવ્ય રાજન ! હું આપને મત્સ્ય-હાસ્યનું કારણ તે જરૂર બતાવી શકું તેમ છું. છતાં પણ તમને કહું છું કે તમે ના પૂછો તે જ સારું છે, કારણ કે તમારે પણ રમાની જેમ આજીવન પતાવું પથશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust