Page #1
--------------------------------------------------------------------------
________________ ( 1 61113. . नत्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. લેખક શ્રી દેવેન્દ્ર મુનિ શાસ્ત્રી आ.श्री सैलानानागा रि शान मदिर श्री महावीर जैन आराधना केन्द्र, कोषा मा क. ASIR. OMALEICULE ASON KURMAN UPS શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર : ગાંધી માર્ગ : અમદાવાદ, 1 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #2
--------------------------------------------------------------------------
________________ 02 92.13 * - Nari Charitra' by Shree Devendra Muni Translated from Hindi by Shree Chandrakant Amin Price Rs 2-25. Serving JinShasan પ્રકાશક : શ્રી ધનરાજભાઈ ઘાસીરામ કે ઠારી શ્રી લક્ષમી પુસ્તક ભંડાર, gyanmarskok aith. ગાંધી માર્ગ, અમદાવાદ–૧. ---- ::::* * * S (C) શ્રી લક્ષમી પુસ્તક ભંડાર પ્રથમ આવૃત્તિ, 1981 કિંમત રૂ. 2-25 મુદ્રક : માનવ રોજગાર કાર્યાલય, એ. 7 જે. કે. એસ્ટેટ રૂસ્તમ મિલ સામે, અમદાવાદ. 8 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #3
--------------------------------------------------------------------------
________________ દાનમાં અવિશ્વાસ શા માટે? એક વખત એક ઘોડાને વેપારી બે સુંદર ઘોડા લઈને રાજા વિક્રમાદિત્ય પાસે આવ્યો. રાજા વિક્રમાદિત્યને બંને ઘોડા ખૂબ સારા લાગ્યા. બંને ઘેડા તેમણે અશ્વશાળામાં બંધાવી દીધા. '' તે જ વખતે રાજાને ઘોડેસવારીને શેખ પદો થયો અને તેમણે એ બે ઘડામાંથી એક ઘોડા પર સવાર થઈને જંગલ તરફ ચાલવા માંડયું. - આ ઘોડો વકશિક્ષિત હતું. જેમ-જેમ તેને રોકવાને પ્રયત્ન કરવામાં આવતો, તેમ-તેમ તે વધુ ઝડપથી દેડતે હતો. તો 4 - રાજા આ રહસ્ય જાણતો ન હતો. ઘેડે રાજાને લઈને પૂરપાટ દેડ અને તેમને ખૂબ દૂર લઈ ગયો. દેડી-દોડીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #4
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર ઘેડો જયારે ખૂબ થાકી ગયા ત્યારે એક ઝાડ નીચે આપઆપ ઉભે રહ્યો. હવે રાજાને શાંતિ વળી. પરંતુ અત્યંત થાકેલો હોવાને કારણે ઘડો ધરતી પર પડયો અને એ પડશે કે ફરીથી ઊઠી શકો નહીં. તરસને કારણે રાજા વિક્રમાદિત્યનું ગળું સુકાતું હતું. આ તરફ તેમણે પિતાના ઘેડાને જ્યારે મરેલો જો, ત્યારે તે વધારે વ્યાકુળ થઈ ગયા અને બેભાન બનીને ધરતી પર ગબડી પડયા. રાજાના પુણ્યથી પ્રેરાઈને એક વનવાસી ભીલ ત્યાંથી પસાર થયો. વનવાસી ભીલે રાજાને બેભાન પડેલો જે એટલે તરત જ પાંદડાંને પડિયો બનાવીને તેમાં સરોવરનું પાણું ભરી લાવ્યો અને રાજાને સચેત કર્યા. , , , , , - ભાનમાં આવ્યા પછી ભીલ રાજાને પિતાની ગુફા પર લઈ આવ્યો અને ભજન-પાણીથી રાજાને સત્કાર કર્યો. ભીલની સરળ સેવા અને મહેમાનગતિથી પ્રસન્ન થઈને રાજાએ તેને કહ્યું .. 3 મિનીટ “ભાઈ ભીલ! પિતાની જાતને નાગરિક કહેવડાવનાર નગરજને તમારી સમક્ષ એ પ્રકારે તુચ્છ છે, જેમ ચન્દ્રમાં આગળ દીપક હોય છે. !! See - “તમારે મારી સાથે કે પરિચય નથી, મારી સાથે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #5
--------------------------------------------------------------------------
________________ નારી ધરિત્ર કેઈ સ્વાર્થ કે પ્રયોજન નથી, છતાં પણ તમે પરોપકારને માર્ગ પસંદ કર્યો છે. ધન્ય છે તમને, તમારી ગૃહિણીને પણ ધન્ય છે. આ વનમાં પણ તમે પરમ સુખી છે, કારણ કે સંતોષ જેવું મહા દુર્લભ ધન તમને પ્રાપ્ત છે. “હે વનવાસી ! આ ધરતી બે પ્રકારના માણસોને સહારે જ ટકી છે. એક તો તેઓ જે સદા પરોપકારમાં તત્પર રહે છે અને બીજા તેઓ જે પોતાની સાથે કરેલા બીજાના ઉપકારોને ભૂલતા નથી, “સજજનોને રવભાવ જ એવો છે. સજજન સદા પિતાનાં કાર્ય છોડીને પણ બીજાનાં કામમાં લાગેલા રહે છે. - “જેમ ચદ્રમાં પોતાના કલંકને મિટાવવાનું છોડીને પૃથ્વીને પ્રકાશિત કરે છે.” * રાજાનાં વચન સાંભળીને વનવાસી ભીલ ખૂબ પ્રસન્ન થયો. વનવાસી તથા તેની પત્નીએ રાજાને યથાસંભવ બધા પ્રકારની સગવડો આપી. - રાત્રે રાજા ગુફામાં સૂઈ રહ્યો. વનવાસીની પત્ની પણ એક ખૂણામાં સૂઈ રહી. વનવાસી ભીલ ગુફાની બહાર * હુંતિ પરકજજનિરયા નિઅકજ ચપરમ્હા કુંડું સુડા ચદે ધવલે અહીં ન કલંક અત્તણે કુસઈ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #6
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર બેસીને પહેરો ભરવા લાગ્યો, તેણે ગુફા-દ્વારને એક ભારે પથ્થરથી બંધ કરી દીધું. ગુફામાં સૂતાં-સૂતાં રાજા વિક્રમાદિત્ય વિચાર કરી રહ્યા હતા– આ ભીલનું ભોજન અત્યંત સાદું હતું. છતાં પણ રસયુકત અને સ્વાદિષ્ટ હતું, બીજાના ભોજનમાં જે રસ હોય છે. તે વાસ્તવમાં તે ખવડાવનારને આદર-ભાવ જ “તેથી કઈ વિચારકે યોગ્ય જ કહ્યું છે કે “પાણીમાં ચિત્તને શાંતિ પહોંચાડવાનો રસ છે. બીજાના ભોજનમાં જે આદર છે, તે આદર જ પારકા અનને રસ છે. આ જ પ્રમાણે સ્ત્રીઓમાં જે અનુકૂળતા છે, તે રસ છે. તથા મિત્રોનાં પ્રિયવચન જ રસ છે. . આ વિશ્વમાં ઉદાર આશયવાળી વ્યકિત જ ઉન્નતિ કરી શકે છે. તુચ્છ માણસે તો નાશ પામે છે. જેમ ગ્રીષ્મ તુમાં પણ સમુદ્ર પૂર્ણ વૃદ્ધિ પામે છે અને સરેવર સુકાઈ જાય છે.” રાજા પોતાના વિચારોની ગડમથલમાં હતો. તેને ઊંઘ 0 પાનીયસ્ય રસાતા શાન્ત પરાસ્યાદરા રસઃ આનુકૂલ્ય રસઃ સ્ત્રણ મિત્રાણુ વચન રસ | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #7
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર નહોતી આવતી. તે જ વખતે ગુફા બહારથી રાજાને સિંહનો અવાજ સંભળાયો. . સિંહની ભયંકર ગર્જના અને ઘુરકાટ સાંભળીને ભીલની પત્ની પણ જાગી ગઈ. તેણે રાજાને કહ્યું જલદી ચાલે ! એમ લાગે છે કે મારા સ્વામી પર સિંહે હુમલો કર્યો છે.” ભીલ પત્નીની સાથે રાજા ગુફા દ્વાર પર આવ્યા તો ત્યાં એક ભારે પથ્થર પડયે હતો. ચિંતિત બનીને ભીલડીએ રાજાને કહ્યું હવે આપણે બહાર કેવી રીતે નીકળીશુ ? આ પથરને તે મારા પતિ જ હટાવી શકે છે.” ભીલડીની વાત સાંભળીને રાજાએ ડાબા પગના અંગુઠાથી ભારે પત્થરને હટાવી દીધો અને ભીલડી સહિત ગુફાની બહાર આવ્યા. સિંહે ભીલને મારી નાખ્યો હતો. પિતાના પતિને મરેલો જોઈને ભીલડી બેભાન બનીને પડી અને પછી કયારેય ભાનમાં આવી નહીં. પિતાના આતિથેય પરોપકારી ભીલ દંપતીને મરણથી રાજાને ખૂબ દુઃખ થયું. રાજાએ બને માનવોને અગ્નિસંસ્કાર કર્યો અને અવંતી પાછા આવ્યા. અવંતી આવીને રાજાએ વિચાર કર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #8
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર બધાં શાસ્ત્ર અને બધા ધર્મ દાન તથા શુભ કર્મોનો મહિમા ગાય છે. પણ જે ભીલ-દંપતીએ મને જીવન-દાન આપ્યું, ભેજન-પાણથી મને મરતાને બચા, તેઓ અચાનક જ મૃત્યુ પામ્યાં. ' , ' ', વાત સાચી માનું ? મેં તે પ્રત્યક્ષ જ જોઈ લીધું કે શુભ કર્મ કરનારાઓની પણ વિધાતા દુર્દશા કરે છે. તેથી હું મારી બધી દાનશાળાઓ બંધ કરાવી દઈશ.. રાજાએ દાનશાળાઓ બંધ કરાવી દીધી. દરરોજ આપવામાં આવતું દાન બંધ થઈ ગયું. દૂર-દૂરથી આવનારા યાચકે નિરાશ થઈને પાછા ફરવા લાગ્યા. * અવતી નગરીમાં ઘણો ધનવાન શેઠ-શાહુકાર નિવાસ કરતા હતા. અવંતીમાં બત્રીસ કરોડ રવણ-સંપત્તિને સ્વામી શ્રીપતિ નામને એક કરોડપતિ શેઠ રહેતે હતો. શ્રીપતિની શેઠાણીએ શુભ મુહૂર્તમાં એક પુત્ર-૨નને જન્મ આપ્યો. આ પુત્ર જન્મ લેતાં જ એક ચમત્કાર બતાવ્યો. તે એ કે નવા જન્મેલા બાળકની જેમ રુદન ન કરતાં મોટી ઉંમરના માણસની જેમ તે પોતાના પિતા શ્રીપતિ શેઠને કહેવા લાગ્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #9
--------------------------------------------------------------------------
________________ -રી ચરિત્ર " “પિતાજી રાજરાજેન્દ્ર મહારાજ વિકમાદિત્યને તરત જ બાલાવડાવો. તેમના પર બહુ મોટું સંકટ આવે તેમ છે.” નવજાત પુત્રની આવી અદભુત વાણી સાંભળીને શ્રીપતિ શેઠ પહેલાં તો ખૂબ ગભરાયા. પછી સ્વસ્થ ચિત્ત થતાં તે રાજા પાસે ગયા અને બધે વૃત્તાન્ત સંભળાવીને પોતાની સાથે લઈ આવ્યા. શ્રીપતિના નવા જન્મેલા પુત્ર રાજાને કહ્યું- : . . !' . . . . . . : - રાજન્ ! શાસ્ત્ર વચનમાં અવિશ્વાસ કરવો એ ભયંકર પાપ છે. કારણ કે જે ઋષિઓએ શાસ્ત્રની રચના કરી છે, તેઓ દૃષ્ટા હતા. તેમણે જે કંઈ લખ્યું છે, તે જોઈને તથા અનુભવીને લખ્યું છે. જે કે છે કે ". . * દાનની બાબતમાં શાસ્ત્રોમાં જે મહિમા ગાવામાં આવ્યા છે, તેમાં શંકા કરવી તે આસોપાલવમાં ફૂલ લેધવા સમાન હાસ્યાસ્પદ છે. * રાજન ! આપ પહેલેથી દાન કરતા આવ્યા છે, તેને તમે શા માટે બંધ કરી દીધું ? આપ દાન આપવાનું ફરીથી શરૂ કરી દે. બાળકની વાણું સાંભળીને રાજાએ કહ્યુંહે બાળક ! મેં તે પ્રત્યક્ષ જોયું છે કે મને જીવન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #10
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર દાન આપનાર ભીલ દંપતીને એક સિંહે કારણ વિના જ મારી નાખ્યું. તેથી હું કેવી રીતે વિશ્વાસ કરું કે દાનનું ફળ મહાન છે ?" શ્રેષ્ઠિપુત્રે કહ્યું રાજન ! હું જ તે ભીલ છું, જેણે તમને અન્નદાન આપ્યું હતું. થોડા સરખા અન્નદાનનું જ આ ફળ છે કે મારે જ... કરોડપતિ શેઠને ઘેર થયો છે. “રાજન ! આ દાનના પ્રભાવથી જ પૂર્વ જન્મની મારી પત્ની ભીલડીએ અવંતીના દાના શેઠને ઘેર જન્મ લીધો છે. મોટી થઈને તે મારી પત્ની બનશે.” - “રાજન મને બેલતે જોઈને તમે સહેજ પણ નવાઈ ન પામશે. કારણ કે દેવી પદ્માવતી જ તમને આ બધું રહસ્ય જણાવી રહી છે. * - તે પછી નવજાત બાળકમાં રહેલી દેવી પદ્માવતી ચાલી ગઈ અને બાળક સ્વાભાવિક રીતે રુદન કરવા લાગ્યો. - રાજા આ રહસ્યના સ્પષ્ટીકરણથી અત્યંત પ્રસન્ન અને સંતુષ્ટ થયો. રાજાએ શેઠ શ્રીપતિને પાંચસે ગામ પુત્ર જન્મની વધાઈમાં આપ્યાં અને પહેલાંની જેમ જ મુકત હાથે દાન કરવા લાગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #11
--------------------------------------------------------------------------
________________ વિચારીને કામ કરવું રાજા વિક્રમાદિત્ય એક એવા દેશમાં પહોંચ્યા, જ્યાં હતા અને સ્ત્રીઓ તેમના પર શાસન કરતી હતી. અહીંના બધા પુરૂષે સ્ત્રીઓ સમક્ષ બિલાડી બની જતા હતા. પરંતુ રાજા વિક્રમાદિત્યના શૌર્યભર્યા પુરુષાર્થ સમક્ષ સ્ત્રી રાજ્યની રાણી પ્રભાવિત થઈ અને રાજાની ભકિત કરીને ત્રિયા રાજ્યની રાણીએ રાજા વિક્રમાદિત્યને દિવ્ય પ્રભાવવાળાં નિમ્નલિખિત ચૌદ રત્ન આપ્યાં - પહેલું રત્ન સ્તંભ નિર્માણ કરનારું હતું. બીજાના પ્રભાવથી લક્ષ્મી આવતી હતી. ત્રીજાથી પાણી, ચોથાથી વાહનની પ્રાપ્તિ, પાંચમાથી અસ્ત્ર-શસ્ત્રથી સલામતી, છઠ્ઠાથી નર-નારી વશ થાય અને સાતમાં રત્નના પ્રભાવથી ઈચ્છિત ભેજન મળતું હતું : કે . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #12
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર આઠમાં રત્નના પ્રભાવથી કુટુંબ, ધન-ધાન્યની વૃદ્ધિ નવમાથી સમુદ્ર પાર થવું, દસમાથી વિદ્યા પ્રાપ્તિ, અગિયારમાથી ભૂતપ્રેતાદિના પ્રભાવને નાશ અને બારમા રત્નથી સર્પાદિના ઝેરને ભય દૂર થતે હતે. તેરમું રત્ન લશ્કર તૈયાર કરતું હતું અને ચૌદમાં રત્નથી આકાશગમનની શકિત મળતી હતી. છે આ રત્નોને મેળવીને રાજા વિક્રમાદિત્ય અવંતી પાછા આવ્યા. અને બધાં રત્નના પ્રભાવની પરીક્ષા કરી --- જોઈ. .. . . . 353 3 1 - રાજા વિક્રમાદિત્યના રાતના સમયના ચાર અંગરક્ષક હતા, જેમનાં નામ ક્રમશઃ શતમતિ, સહસ્ત્રમતિ લક્ષમતિ અને કટિમતિ હતા. - j " . . . . . . - ચારે સ્વામીભકત, બુદ્ધિના ભંડાર અને રાજા માટે પ્રાણત્સર્ગ કરે તેવા સાહસિક હતા. તેઓ વારાફરતી રાતના ચારે પ્રહરમાં રાજાના રક્ષણ માટે ખડે પગે રહેતા હતા. એક વખત રાજા વિક્રમાદિત્ય પિતાના શયનખંડમાં સૂતા હતા. તેમની પાસે જ તેમની રાણી બીજી પથારીમાં સૂઈ ગઈ હતી. 5 ] = ' : ડ ડ ! ) : રાતના પ્રથમ પ્રહરમાં અંગરક્ષક શતમતિ પિતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #13
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર ફરજ પર હતો. તે જ વખતે રાજાએ કેઈ સ્ત્રીના રડવાને અવાજ સાંભળ્યો. રાજા વિક્રમાદિત્યે અંગરક્ષક શતમતિને કહ્યું શતમતિ ! જઈને જુઓ, આ કઈ સ્ત્રી રડી રહી છે. મારા રાજયમાં કે રડવું જોઈએ નહીં. મારા પ્રાણ આપીને પણ હું પ્રજાનાં કષ્ટને દૂર કરીને તેને સુખી અને પ્રસન્ન કરવા માગું છું. આ રડતી સ્ત્રીના દુઃખનું કારણ પૂછી આવે.” શતમતિએ કહ્યું - “સ્વામી ! આપને એકલા મૂકીને કેવી રીતે જઉં ? જેમ રાજાના હજારો મિત્રો અને શુભચિંતકે હોય છે, તેમ સેંકડો દુશ્મને અને તકની રાહ જોનારા દુષ્ટ પણ હોય રાજાએ કહ્યું- . . - શતમતિ ! તમે મારી ચિંતા કરશો નહીં. તમે પાછા ફરશે ત્યાં સુધી હું જાગતે રહીશ. કારણ કે જેમ મહેનતુ માણસને ગરીબી સતાવતી નથી, જાપ કરતા રહેવાથી પાપ નથી લાગતું અને એ જ પ્રમાણે જાગતા રહેનારને કેાઈ ડર રહેતો નથી. તેની : રાજાની આજ્ઞા મેળવીને શતમતિ રુદનના અવાજને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #14
--------------------------------------------------------------------------
________________ 14 તારી ચરિત્ર પિછ કરતા નગરની બહાર પહોંચી ગયા. ત્યાં એકાન્તમાં બેસીને એક સ્ત્રી રડી રહી હતી. શતમતિએ તે સ્ત્રીને પૂછ્યું " કલ્યાણ ! તમે શા માટે રડે છે ? પ્રજાવત્સલ રાજા વિક્રમ તમારા દુઃખે દુઃખી છે. તમે તમારું દુઃખ મને જણાવે. હું તે દૂર કરીશ.” શતમતિની દિલાસાથી ભરેલી વાણી સાંભળીને તે સ્ત્રીએ કહ્યું હે ભદ્ર! હું રાજલક્ષ્મી છું. રાજા પર આવનારાં સમસ્ત વિદનેને હું દૂર કરૂં છું. પણ આજે રાજા પર એવું વિપ્ન આવવાનું છે, જેને દૂર કરવાની શકિત મારામાં નથી.” શતમતિના પૂછવાથી તે દેવીએ ફરીને જણાવ્યું– શતમતિ ! જ્યાં રાજા સૂઈ રહે છે, ત્યાં છત ઉપરથી એક કાળે ભયંકર સાપ આવશે, જે આજે રાત્રે જ રાજાને ડંખ મારશે અને રાજાનું મૃત્યુ થઈ જશે, જે તમારા માં હિંમત હોય તે રાજાનું રક્ષણ થઈ શકે.” શતમતિએ દિલાસે આવે દેવી ! તમે નિશ્ચિંત રહે. હું એ સાપને જરૂર મારીશ અને રાજાને બચાવીશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #15
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર 15 - શતમતિ પાસેથી દિલાસ મેળવીને રાજલક્ષમી ચાલી ગઈ અને શતમતિ રાજાને જણાવ્યા વિના જ ગુપ્ત રીતે રાજાના મસ્તક આગળ બેસી ગયે. - શતમતિની રાહ જોતાં-જોતાં રાજાની આંખ પણ મળી ગઈ. યથાસમય છત ઉપરથી એક કાળો સાપ નીકળે. શતમતિએ એ સાપના ચાર ટુકડા કરી નાખ્યા અને એક ઘડામાં બંધ કરી દીધા. દિવાલ પર સરકતા સાપને મારતી વખતે તેના ઝેર મિશ્રિત લોહીના છાંટા રાણીની છાતી પર પડયા. ઝેરની અસરની આશંકાથી શતમતિએ રાણીની છાતી પર પડેલા લોહીના છાંટા પિતાને રૂમાલથી લૂછી કાઢયા. તે જ વખતે અચાનક રાજાની આંખ ખૂલી ગઈ અને તેણે શતમતિને રાણીની છાતી પર હાથ ફેરવતાં છે. આ દશ્ય જોઈ ને રાજાનું લેહી ઉકળી ઉઠયું અરે ! આ દુષ્ટની આટલી હિંમત કે મારી રાણીનાં સુકોમળ અંગને સ્પશી રહ્યો છે.” ગુસ્સે ભરાયેલા રાજાએ શતમતિને મારવા માટે તલવાર ઉઠાવો. પરંતુ અચાનક જ તેને હાથ અટકી ગયા. તેણે વિચાર્યું- “આને હું મારા હાથે નહીં મારું. બીજા કોઈની પાસે મરાવીશ.” P.P.AC. Cunratinasuri M.S. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Jun Gun Aaradhak Trust
Page #16
--------------------------------------------------------------------------
________________ .. નારી ચરિત્ર 1 રાજાએ પોતાના મનની લાગણું છુપાવી દીધી અને શતમતિને કહ્યું “શતમતિ ! તમે આવી ગયા ? તે સ્ત્રી શા માટે રડી રહી હતી ?" - શતમતિએ રાજાને બીજી ત્રીજી વાત જણાવીને શાન્ત કરી દીધો. રાજાએ ફરીથી કહ્યું- . . . . * શતમતિ ! તમારે પ્રહર પૂરું થવા આવ્યો છે. હવે તમે ઘેર જાઓ. સહસ્ત્રમતિ તેની ફરજ પર આવી રહ્યો રાજા પાસેથી વિદાય લઈને શતમતિ પિતાને ઘેર ચાલ્યો ગયો અને રાજાની પ્રાણરક્ષાના આનંદમાં પિતાને ઘેર નૃત્ય-ગાયનને ઉત્સવ કરવા લાગે. આ તરફ સહસ્ત્રમતિ પોતાની ફરજ પર હાજર થયા એટલે રાજાએ તેને કહ્યું કે આ કે સહસ્રમતિ ! તમે શતમતિને ઘેર જાઓ અને તેનો વધ કરી નાખે.” - કડ: 15 ર કો . આ કઠોર આજ્ઞા સાંભળીને સહસ્ત્રમતિ સ્તબ્ધ બની ગયે અને રાજાને કહ્યું “રાજન ! તમને એકલા મૂકીને હું કેવી રીતે જઈ શકું? શતમતિના વધનું કામ તે સવારે પણ થઈ શકે. રાતના Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #17
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર સમયે તમને અસુરક્ષિત છેડી શકું નહીં.” રાજાએ કહ્યું સહસંમતિ હું જાણું છું. યાદ રાખે. જેમ વાંચન કરવાથી મૂર્ખતાનો નાશ થાય છે અને જેમ મૌન રહેવાથી - ઝગડાનો અંત આવે છે, તેવી રીતે જાગવાથી ભયનો નાશ થાય છે. “તેથી તમે મારી ચિંતા કરવાનું છોડી દો અને તરત જ શતમતિનો વધ કરે. તે મારો અપરાધી છે. રાજાની આજ્ઞાથી લાચાર બનેલે સહસ્ત્રમતિ શતમતિના ઘેર પહોંચ્યો. ત્યાં શતમતિ રાગ-રંગમાં મસ્ત હતો. સહસંમતિ ત્યાં પહોંચે એટલે શતમતિએ તેનું સહૃદયતા પૂર્ણ સ્વાગત કર્યું અને પ્રેમભાવથી આસન આપ્યું. તેના આવા આત્મીયતાપૂર્ણ વ્યવહારને જોઈને સહસ્ત્રમતિ વિચાર કરવા લાગ્યો ખબર નહીં, રાજા અને શા માટે મારી નખાવવા માગે છે ? મને તો આ ખૂબ સરળ, આત્મીય અને ઉદાર લાગે છે. તેનો વધ કરવાથી તે મહા અનર્થ થશે.” સહસ્ત્રમતિ મૌન રહીને શતમતિની બાબતમાં વિચાર કરી રહ્યો હતો ત્યાં જ એકદમ ચમકીને શતમતિએ તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #18
--------------------------------------------------------------------------
________________ 18 નારી ચરિત્ર પૂછ્યું સહમતિ ! રાજાના રક્ષણનું કામ છોડીને તમે અહી શા માટે આવ્યા ? રાજાના અનેક દુમને છે. તેમને એકલા છોડી શકાય નહીં. મારી ફરજ દરમિયાન તેમના પર એક મહાન સંકટ આવ્યું હતું, જે દેવકૃપાથી ટળી ગયું. હવે તમે ઝડપથી જાઓ.’ શતમતિનું આ કથન સાંભળીને સહસ્ત્રમતિએ કઈ જવાબ આપ્યો નહીં અને વિચારવા લાગ્યો “આ શતમતિ તે નિઃશંક રાજભકત અને રાજાને શુભચિંતક છે. જો કે તેને પહેરે પૂરો થઈ ગયો છે, છતાં પણ તેને રાજાની ચિંતા છે. ગમે તેમ થાય, પણ હું એને મારીશ નહીં. પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું “શતમતિ ! સંગીતનો અવાજ સાંભળીને હું તમારા ઘર તરફ આકર્ષાઈને ચાલ્યો આવ્યો હતો. હવે રાજાની પાસે જ જઈ રહ્યો છું.” આમ કહીને સહસંમતિ રાજાની પાસે આવી ગયો. રાજાએ જ્યારે આ જાણ્યું કે સહમતિ શતમતિને વધ કર્યા વિના જ પાછો આવી ગયો છે, ત્યારે તેઓ ગુરસે P.P. Ac. Gunratnasuri M.S.
Page #19
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર થઈને બોલ્યા સહમતિ ! તું પણ શતમતિની જેમ જ દુષ્ટ હૃદયનો છે. લાગે છે કે, તમે બંને મળેલા છે. તેથી જ તે એનો વધ નથી કર્યો.” રાજાને દુઃખી અને ગુસ્સે થયેલા જોઈને સહસ્ત્રમતિએ કહ્યું “રાજન ! આવાં કાર્યોમાં ઉતાવળ કરવાથી પાછળથી પસ્તાવું પડે છે. તેથી તમે પૂરતો વિચાર કર્યા પછીથી જ પગલું ભરજે. કયાંક એવું ના બને કે પાછળથી તમારે પસ્તાવું પડે. આ પ્રકારની વાતો માં બીજો પ્રહર પસાર થઈ ગયે અને ત્રીજા પ્રહરમાં લક્ષમતિ પિતાની ફરજ પર હાજર થઈ ગયો. રાજાએ લક્ષમતિને પણ શતમતિના વધનું કામ સોંપ્યું. રાજાની આ અણધારી આજ્ઞા સાંભળીને લક્ષમતિએ વિચાર રાજાને જરૂર કંઈક ભ્રમ થઈ ગયો લાગે છે. શતમતિ જેવો સ્વામીભકત અને બુદ્ધિમાન શું એ અપરાધ કરી શકે ખરો, કે જેનાથી તેને મતની સજા કરવી પડે ? " , પ્રગટ રીતે લક્ષમતિએ રાજાએ કહ્યું- 2 2 3 4 Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #20
--------------------------------------------------------------------------
________________ 20 નારી ચરિત્ર . રાજન ! તમારી આજ્ઞાનું પાલન તો હું કરીશ જ, પણ આ કાર્યમાં ઉતાવળ કરવાથી પસ્તાવાની શક્યતા છે. ગરીબી, રોગ વિગેરે બધાને ઉપચાર છે. પણ વગર વિચાર કરેલા કાર્યથી જે પસ્તાવો થાય છે, તેને દૂર કરવાનો કે ઉપાય નથી. હે રાજન! વગર વિચારે કરેલા કામના પરિણામ વાળી એક નાની સરખી કથા હું તમને સંભળાવી રહ્યો છું. તે સાંભળ્યા બાદ પણ તમે આજ્ઞા આપશે તે હું તેના પર વિચાર કરીશ.' લક્ષમતિ રાજા વિક્રમાદિત્યને એક વાત સંભળાવવા લા લક્ષ્મીપુર નામના નગરમાં ભીમ નામનો એક શેઠ રહેતો હતો. વેપારની કળામાં નિપુણ સુંદર નામને ભીમ શેઠને એક પુત્ર હતે. એક વખત આ શેઠને પુત્ર સુંદર પિતાના જ નગરના ધન નામના શેઠ સાથે વેપાર કરવા માટે ગયો. બંને રમાપુર નામના નગરમાં ગયા અને ખૂબ ધન કમાયા. ધન કમાઈને જ્યારે ધન શેઠ લક્ષ્મીપુર તરફ પાછા ફરવા લાગ્યા ત્યારે શેઠ-પુત્ર સુંદરે તેને એક કરોડની કિંમતનું એક રન આપીને તેને કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #21
--------------------------------------------------------------------------
________________ તારી ચરિત્ર - 21 મારા પિતાજી ભીમ શેઠને મારા પ્રણામ કહે અને તેમને આ રત્ન આપજો. હું થોડા સમય પછી વધારે ધન કમાઈને આવીશ.” ધન શેઠ યથાસમય લક્ષમીપુર આવ્યો. અને ભીમ શેઠને તેના પુત્ર સુંદરના બધા સમાચાર આપ્યા, પણ પેલું રત્ન આપ્યું નહીં પછીથી જ્યારે સુંદર પોતાના નગરમાં પાછો ફર્યો ત્યા રે તેને ધન શેઠની અપ્રામાણિકતાની ખબર પડી. સુંદરે રાજાને ફરિયાદ કરી. આ તરફ ધન શેઠે શ્રીધર નામના એક બ્રાહ્મણને શેડી સોનામહોરો આપીને પિતાની તરફેણનો સાક્ષી કરી દીધે. રાજાએ ધન શેઠને પૂછ્યું તમે સુંદરનું આપેલું રત્ન તેના પિતા ભીમ શેઠને શા માટે આપ્યું નહીં ?" ધન શેઠે કહ્યું રાજન ! મેં તે રમાપુરથી પાછા ફરીને તરત જ એક કરોડની કિંમતનું રત્ન સુંદરના પિતા ભીમ શેઠને આપી દીધું હતું. એ જૂઠું બોલે છે.” તમે કેની સાક્ષીમાં રત્ન આપ્યું હતું ?" P.P. Ac. Gunratnasuri M.S. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #22
--------------------------------------------------------------------------
________________ 22 નારી ચરિત્ર ધન શેઠે જણાવ યુ -. મેં શ્રીધર બ્રાહ્મણની હાજરીમાં ભીમ શેઠને રન આપ્યું હતું.' શ્રીધર બ્રાહ્મણે પણ સાક્ષી આપી “અન્નદાતા ! ધન શેઠે મારી હાજરીમાં જ સુંદરનું આપેલું રત્ન તેના પિતા ભીમ શેઠને આપ્યું હતું.' રાજા વિચારમાં પડી ગયા. તે જ વખતે મહામંત્રી મતિસાગરે શ્રીધર બ્રાહ્મણને પૂછ્યું શ્રીધર ! તમારી હાજરીમાં જે રન આપવામાં આવ્યું હતું તે કેટલું મોટું હતું ?" - શ્રીધર બ્રાહ્મણે વિધાર્યું - એક કરોડની કિંમતનું રત્ન ઓછામાં ઓછું એક ઘડા જેવડું તે હશે જ. . “મંત્રીશ્વર ! એ રત્ન એક મોટા ઘડા જેવડું હતું.' આ જવાબ સાંભળીને દરબારીઓ હસી પડયા. ધન શેઠનો ચહેરે પણ ઉદાસ થઈ ગયો. જૂઠી સાક્ષીનો ભડ ફૂટી ગયે. આ છેવટે, ધન શેઠને ઘારકું ધન અપહરણ કરવાના ગુના અંગે સજા કરવામાં આવી અને જૂઠી સાક્ષી આપવાના અપરાધ અંગે બ્રાહ્મણ શ્રીધરને પણ રજા કરવામાં આવી. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #23
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર ભીમ શેઠનું રત્ન તેને મળી ગયું. આ વાર્તા પૂરી થતાં જ લક્ષમતિનો સમય પૂરો થઈ ગયો અને રાજાને પ્રણામ કરીને તે પિતાને ઘેર ચાલ્યો. રાજાએ વિચાર્યું લક્ષમતિ પણ શામતિ જે જ દુષ્ટ બુદ્ધિ છે. હવે મારું કામ કોટિમતિ જ કરશે.” રાતના ચોથા પ્રહરમાં કટિમતિ રાજાની સેવામાં આવ્યું. રાજાએ કટિમતિને પણ એ જ આદેશ આપ્યો “જઈને શતમતિનો વધ કરે. તેને પૂરો કર્યા વિના મને શાંતિ મળશે નહીં.' રાજાની આજ્ઞા સાંભળીને કે ટિમતિએ વિચાર કર્યો “ગુણેના ભંડાર પરોપકારી શતમતિને મારવાનું કે કારણ હોઈ શકે નહીં, જરૂર રાજાને બુદ્ધિભ્રમ થઈ ગયો લાગે છે.” - આવો વિચાર કરીને કટિમતિએ રાજાને કહ્યું “રાજન ! પહેલાં એક વાત સાંભળો. પછીથી જ હું આપની આજ્ઞાનું પાલન કરવા તત્પર બનીશ.” કેટિમતિ વાર્તા કહેવા લાગ્યો લક્ષ્મીપુર નામના નગરમાં કેશવ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતે. પત્નીની વારંવારની ટકેરાથી તે પર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #24
--------------------------------------------------------------------------
________________ 24 તારી ચરિત્ર પર દેશમાં ધન કમાવા માટે ગયે, પણ નસીબે તેને સાથ સાથ આપે નહીં. તે નિર્ધનનો નિર્ધન જ રહ્યો. છેવટે, તે એક દેવીના મંદિરમાં પહોંચ્યો. તેણે ત્રણ દિવસ સુધી દેવીની ભકિત કરી. છતાં પણ દેવી પ્રસન્ન થઈ નહીં. એટલે કેશવે એક મોટે પથ્થર ઉઠાવીને કહ્યું “હે દેવી! આ પથ્થરથી હું તારી મૂર્તિ તેડી નાખીશ, ત્રણ દિવસથી તારું હૃદય કેમ પિગળતું નથી ?" બેલી - “ભકત કેશવ! હું તારી ઈચ્છા જાણું છું. પણ તારા નસીબમાં ધન નથી. કદાચ હું તને ધન આપીશ તે પણ કેશવે અત્યંત આગ્રહ કર્યો એટલે દેવીએ બે કરોડની કિંમતનું એક રત્ન તેને આપ્યું. રત્ન પ્રાપ્ત કરીને કેશવ ખૂબ ખુશ થયે અને વહાણમાં બેસીને પિતાના નગર તરફ જવા લાગ્યો. પૂનમની રાત હતી. કેશવ પોતાના હાથમાં રત્ન લઈને જોઈ રહ્યું હતું કે ચંદ્રમાને પ્રકાશ વધુ છે કે મારું રત્ન વધુ કાતિમાન છે. ઉલટાવી-સુલટાવીને તે રત્નનું તેજ અને ચંદ્રના તેજની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #25
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર 25 સરખામણી કરી રહ્યો હતો. તે જ વખતે અચાનક રત્ન તેના હાથમાંથી છૂટી ગયું અને રત્નાકરમાં સમાઈ ગયું. કટિમતિએ કહ્યું- - રાજન્ ! હું તો હવે ઘેર જાઉં છું. તમે મંત્રીઓ સાથે વિચાર-વિમર્શ કર્યા પછી જ પગલું ભરજે, કારણ કે શતમતિ વધને યોગ્ય નથી.” આમ કહીને કટિમતિ ચાલ્યો ગયો અને રાજા વિકમાદિત્યે શતમતિ, સહસ્રમતિ, લક્ષમતિ અને કેટિમતિચારે અંગરક્ષકેના વધનો નિશ્ચય કરી નાખ્યો. સૌથી પહેલાં તો તેઓ શતમતિને જ મારી નંખાવવા માગતા હતા. તેથી સવારે ઊઠીને તરત જ રક્ષક દળના પ્રમુખ (કેટવાળ)ને આજ્ઞા આપી કે શતમતિને ફાંસીએ ચડાવી દે. રક્ષક દળને વડે શતમતિને પકડીને લઈ ગયો. શતમતિએ કેટવાલને કહ્યું - હું કેટવાલ! ફાંસીએ ચડતા પહેલાં હું મારા અપરાધ જાણવા માગું છું.” કેટવાલે કહ્યું - શતમતિ! અપરાધ બાબતમાં તો રાજા જ જણાવી શકે. હું તે તેમની આજ્ઞાનું પાલન જ કરી રહ્યો છું.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #26
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર “તે પછી એકાદ ક્ષણ માટે મને રાજાની પાસે લઈ ચાલો.” શતમતિની વિનંતીને સ્વીકાર કરી કોટવાલ તેને રાજા પાસે લઈ આવ્યો. શતમતિ રાજાને લઈને તેમના શયનખંડમાં આવ્યો અને ઘડામાં રાખેલા ચાર ટુકડા કરેલા સાપ તેમને બતાવીને આદિથી અંત સુધીને સમગ્ર વૃત્તાન્ત સંભળાવ્યા. રાજા વિક્રમાદિત્યે શતમતિને છાતી સરસો ચાંપી દીધે. તેઓ એટલા પસ્તાયા અને એટલા અધિક ખુશ થયા કે કંઈ પણ બોલી શક્યા નહીં. અંતમાં, તેમણે ઘણાં ગામ આપીને શતમતિનું સંમાન કર્યું અને બાકીના ત્રણે અંગરક્ષકને પણ ભરપૂર પુરસ્કાર આપીને તેમનું ગૌરવ વધાર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #27
--------------------------------------------------------------------------
________________ 1, 42 સમચની સૂઝ એક વખત મહારાજ વિક્રમાદિત્ય ફરવા માટે નીકળ્યા અને ચાલતા-ચાલતા એક પર્વતીય વન–પ્રદેશમાં પહોંચી ગયા. ત્યાં તેમણે એક મુનિને કાર્યોત્સર્ગમાં મગ્ન જોયા. રાજાએ મનમાં ને મનમાં મુનિને ભાવ-વંદના કરી અને તેમની સામે બેસી ગયા. રાજા વિચારવા લાગ્યા આ મુનિ ઉનાળાના આ તાપમાં ધ્યાનસ્થ છે. તપથી તેમનું કપાળ ચમકી રહ્યું છે. જે સાધુ ગરમીની ઋતુમાં તાપ સહન કરી લે છે, શિયાળાની ઋતુમાં નિર્વસ્ત્ર રહે છે અને વરસાદના દિવસે માં અંગોને સંકુચિત કરે છે, તેઓ જ સંયમથી સુશોભિત મહાન સાધુ અથવા તપસ્વી શ્રમણ છે.” જ્ઞાની મુનિએ કાયોત્સર્ગ પૂર્ણ કરીને પિતાની સામે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #28
--------------------------------------------------------------------------
________________ 28 નારી ચરિત્ર બેઠેલા રાજા વિક્રમાદિત્યને તેનું નામ દઈને ધર્મલાભ કહ્યો. રાજાને નવાઈ લાગી કે આ સાધુને મારા નામની ખબર કેવી રીતે પડી ? જ્ઞાનમાં પ્રકાશના ગૃહ્ય અને અદશ્ય પણ સ્પષ્ટ થઈ જાય છે. | મુનિએ રાજાને ધર્મને ઉપદેશ આપ્યું ને તેમની શંકાઓનું સમાધાન કરીને તેમને સંતુષ્ટ કર્યા. તે પછી રાજાએ મુનિને કહ્યું– ભગવાન ! મને કઈ એક અપૂર્વ વિદ્યા આપો.” જ્ઞાની મુનિએ રાજાની મનોકામના પૂર્ણ કરી. સ્ત્રી ચરિત્ર જાણવાની ઈચ્છાવાળા રાજા ત્યાંથી આગળ વધ્યા ચ લક્ષ્મીપુર નામના કેઈ નગ ! ! ! ત્ય તેઓ એક જુગારીના મહેમાન બન્યા. જુગારી ધૂત-કી માં મગ્ન હતું. તેણે પોતાના નેકરને ઘેર મોકલીને પિોતાની પત્નીને કહેવડાવ્યું કે એક મહેમાન માટે પણ ભેજન બનાવે. જુગારીની સ્ત્રીએ જ્યારે ભેજન બનાવીને તૈયાર કર્યું તે ઘરની પાસે બેઠેલ પિતાના પતિ અને અતિથિ વિક્રમાદિત્યને ભજન માટે બેલા વ્યા. ભજનનું આમંત્રણ આપતાં યજમાન જુગારીએ મહેમાન રાજા વિક્રમાદિત્યને કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #29
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર 28 તમે પહેલાં ભજન કરી લે. હું તો બાજી પૂરી કરીને જ ઊઠીશ.” રાજા વિક્રમાદિત્ય જુગારીની પત્ની પાસે જઈને ભજન. કરવા લાગ્યું. રાજાને રુપ-સૌદર્ય અને તંદુરસ્તીને જોઈને જુગારીની પતની કામબાણથી ઘાયલ થઈ ગઈ. તેની કામ-- ચેષ્ટાઓને ધ્યાનમાં રાખીને રાજાએ તેને કહ્યું– “સભાગે ! વિકાર પર સંયમ રાખો. પર-પુરુષને ભ્રાતા, પિતા અથવા પુત્રની નજરે જોવો જોઈએ.” રાજાનાં વચનને ધ્યાનમાં રાખીને તે સ્ત્રીએ વિચાર કર્યો– આ પુરૂષ મારા મનના ભાવ તે જાણી જ ગયે છે.. પણ આ મારી ઈચ્છા કદાપિ પૂર્ણ કરશે નહી અને બહાર જઈને મારી બદનામી કરશે તે જુદું. તેથી તેને મજા ચખ-- ડવી જોઈએ.” આ વિચાર કરીને જુગારીની સ્ત્રી બૂમ પાડવા લાગી . બચાવો, મને બચાવો. જુઓ, આ પરદેશીએ શું કરી નાખ્યું ?" જુગારીએ પોતાની પત્નીના શબ્દો સાંભળ્યા તે વિચાર્યું આ મહેમાને જરૂર મારી પત્ની સાથે છેડછાડ કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #30
--------------------------------------------------------------------------
________________ 3 0 નારી ચરિત્ર આમ વિચારીને ગુસ્સે થયેલો જુગારી તલવાર લઈને પોતાના ઘર તરફ દોડ. - આ તરફ રાજાએ વિચાર્યું - ' “હવે તો કારણ વિના જ મારી બદનામી અને ફજેતી પણ થઈ જશે.” તેણે તરત જ પેંતરે બદલીને પિલી સ્ત્રીને કહ્યું ભદ્ર ! વાતને બદલે. હું તે આમ જ તમારી પરીક્ષા લઈ રહ્યો હતો.” સ્ત્રી પણ છિનાળ હતી. તેણે વિચાર્યું - કોઈ એવી યુકિતથી આને બચાવવા જોઈએ કે મારાં વચન પણું જૂઠાં ના પડે અને તેના પ્રાણ પણ બચી જાય.” - આમ વિચારીને ચતુર સ્ત્રીએ ચૂલામાંથી સળગતું લાકડું કાઢયું અને ઝુંપડીના છાપરામાં આગ ચાંપી દીધી. આગ વધુ પ્રમાણમાં ફેલાય તે પહેલાં રાજા વિકમા- દિ તેને હલાવી કાઢી. ઘરમાં આવતાં જ જુગારીએ પોતાની પત્નીને પૂછ્યું- તો “શું થયું? તને આ પરદેશીએ શું કહ્યું? " જે સ્ત્રી બેલી- જતા નથી, આ છાપરું કેટલું બળી ગયું ! આ બિચારા પરદેશીએ આગ ના હોલવી લેત તો આખું ઘર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #31
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર - 31 - જ સળગી જાત અને હું પણ બચત નહીં.” ' રાજાએ સંતોષનો શ્વાસ લીધે અને પોતાના ભાગ્યને ધન્યવાદ આપતા અવંતી આવી ગયા. સ્ત્રી-ચરિત્ર કેટલું અગમ્ય છે, એ જાણીને રાજાને રહી-રહીને નવાઈ લાગતી હતી. જ્યારે જેવો પ્રસંગ હોય, ત્યારે તેવો જ માર્ગ કાઢી લેવાનું ફકત સ્ત્રી જ જાણે છે. એક વખત રાજા વિક્રમાદિત્ય પિતાના રાજદરબારમાં બેઠા હતા. તે જ વખતે બે વિદ્વાન પંડિતો તેમના દરબારમાં આવ્યા. ગુણીજનોને આદર કરનાર રાજા વિક્રમાદિત્યે બંને પંડિતોને આસન આપ્યું અને કંઈક સંભળાવવા માટે કહ્યું. પહેલા પંડિતે દેવવાણી સંસ્કૃતમાં નીચે પ્રમાણે શ્લેક સંભળાવ્યા મરુત્તદિન્યા : કિલ બાલુકાનાં સરિ૫તેરિ પૃષ્યન્મણીનામ : નભસ્યડૂનાં ચ શરીરિણું ચ, વિજ્ઞાયતે શૈવ બુધેન સંખ્યા છે એટલે કે આ કાશગંગા અથવા મારવાડની નદીની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #32
--------------------------------------------------------------------------
________________ 32 નારી ચરિત્ર રેતી, સમુદ્રમાં રહેલાં જળબિંદુ, મેતી, મણિ, આકાશના તારા તથા સંસારનાં પ્રાણી-આ બધાની ગણના મોટા-મોટા પંડિતે પણ કરી શકતા નથી. આ શ્લોકથી પ્રસન્ન થઈને રાજાએ પંડિતને યથેષ્ઠ પુરસ્કાર આપીને સંમાનિત કર્યો. તે પછી બીજા પંડિતે એક કવિતાનું વાચન કર્યું - કાય અસંભવ ઓર કઠિન સબ, જાને પંડિત સેઈલ પરમ અસંભવ નારી કી ગતિ, 52 ન પાડૌ કઈ છે બીજા પંડિતની આ કાવ્યકિત પર રાજા વિક્રમાદિત્ય અત્યધિક પ્રસન્ન થયા અને તેને કહ્યું– હે પંડિત ! તમારા આ કથન સાથે હું પણ સંમત છું. મેં પણ મારા અનુભવથી જાણ્યું છે કે નારી-ચરિત્ર પૂરેપૂરું અગમ્ય છે.” તે પછી રાજાએ બીજા પંડિતને પણ ભરપૂર દાન આપીને સંતુષ્ટ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #33
--------------------------------------------------------------------------
________________ મત્સ્ય હાસ્યનું રહસ્ય 4 એ : નારી ચરિત્ર] ( એક કહેવત છે નવી નવ દિવસ અને જૂની સે દિવસ. નવી વસ્તુ થોડાક જ દિવસ નવી રહે છે અને પછી જૂની થઈ જાય છે. તેથી નવી વસ્તુના આકર્ષણમાં પડીને વસ્તુનો તિરસ્કાર કરવો જોઈએ નહીં. તે આ તથ્યને જાણતા હોવા છતાં પણ રાજા વિક્રમાદિત્ય બધી રાણીઓથી ઉદાસીન બનીને નવી રાણી પદ્માવતીમાં જ મગ્ન રહેવા લાગ્યા. તેમના આ આચરણથી બધી રાણીઓ પૂબ દુઃખી રહેવા લાગી. પટરાણી કમલાવતી, વિદ્યાધર પુત્રી કલાવતી, વિક્રમચરિત્રની માતા સુકમલા, દેવદમની, ગારસુંદરી, મદનમંજરી, સુરસુંદરી, હરિતાળી આદિ બધી રાણીઓએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #34
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર મળીને રાજા વિક્રમાદિયને ફરિયાદ કરી પ્રાણવલ્લભ ! અત્યાર સુધી તમારે અમારા બધા પર સરખો પ્રેમ હતો. પણ હવે તમે અમને બધાને ભૂલી ગયા છે અને નવી રાણી પદ્માવતીમાં જ આસકત રહે. છે. અમારા પ્રેમ અને સેવામાં શી ખોટ છે ?" - રાજા વિક્રમાદિત્યે કહ્યું “રાણીઓ ! હું અંતરનો પ્રેમ જાણુને જ પ્રેમ કરું છું. રાણી પદ્માવતી મને હાર્દિક પ્રેમ કરે છે અને તમારે બધાને પ્રેમ બનાવટી છે.” - ગજાનું આ કથન સાંભળીને રાણી દેવ દમનીએ કહ્યું સ્વામી ! નારીને પ્રેમ કેટલો સારો અને કેટલું નાટકીય હોય છે, તેને કઈ જાણતું નથી. કેઈ-કઈ નારી એવી પતિવ્રતા બને છે કે દૂધીને દૂધ નથી કહી શકતી. એવી સ્ત્રીઓને પુલિંગ નામથી જ ઠેષ થાય છે. પણ પરપુરૂષ સાથે ગુપ્ત રીતે રતિ માણું લે છે. એવી. નારીને પતિ અને બીજા પુરૂષ પણ તેને પતિવ્રતા સમજે રાજા વિક્રમાદિત્યે હસીને પૂછયું દેવદમની ! શું તમે કઈ એવી વિચિત્ર પતિવ્રતા સ્ત્રી બાબતમાં જાણો છો ? શું કઈ યુગમાં આવી કેઈ નારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #35
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર થઈ છે ખરી, જે પુરુષ નામની વસ્તુથી દ્વેષ કરતી હોય અને પર-પુરૂષ સાથે પ્રેમ કરતી હોય ?" દેવદમનીએ કહ્યું- . “સ્વામી ! હું તમને એવી જ એક રાણીની કથા સંભળાવું છું, જેના ગુપ્ત પ્રેમનું રહસ્ય અદ્દભુત રીતે ખુલ્લું પડી ગયું હતું.' - દેવદમની કથા સંભળાવવા લાગી એક રાજા હતો. તેની રાણી રાજાને ખૂબ પ્રેમ કરતી હતી. તે સદા પોતાના હાથે પિરસીને રાજાને ભોજન કરાવતી અને રાજાની થાળીમાં વધેલું ભેજન જ ખાઈને પિતાના અનન્ય પ્રેમનો પરિચય આપતી. એક વખત રાજા જ્યારે ભજન કરવા બેઠે ત્યારે તેણે પિતાની થાળીમાં વધેલું ભોજન પિોતાની રાણીને આપ્યું. - રાણી ભજન કરવા બેઠી. અને જે થાળીમાં હાથ નાખ્યો કે તરત જ ચમકીને ઊભી થઈ ગઈ. તેના આવા આચરણને જોઈને રાજાએ આશ્ચર્યથી પિતાની રાણીને પૂછયું પ્રિયે ! તુ એકદમ શા માટે ઉભી થઈ ગઈ? શું આ ભોજનમાં તમારી આજે રુચિ નથી ? અચાનક જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #36
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર “તમારા આ રુચિ-પરિવર્તનનું કારણ શું ?" :- 41 - સ્વામી ! આ ભેજનથી મારી પ્રતિજ્ઞાને-ભંગ થાય છે, તેથી હું આ ભેજન કરીશ નહીં. હવે હું બીજું ભજન કરીશ , હા - ; , ' ' રાણીના આ કથનથી રાજાને. વધારે આશ્ચર્ય થયું. તેણે પૂછયું હે રાણી ! તમારી એવી કઈ પ્રતિજ્ઞા છે કે, જે તમારા આ ભોજનથી તૂટી જાય છે ? રાણીએ સ્પષ્ટીકરણ કર્યું સ્વામી ! આ થાળીમાં નર-મીનનું ચિત્ર દેરેલું છે. મેં એવી પ્રતિજ્ઞા કરી છે કે હું તમારા સિવાય કઈ પર-પુરૂષો કદાપિ સ્પર્શ પણ કરીશ નહીં. * “જે તે માછલી હોત તો મને કોઈ વાંધો ન હતો. 'પણ આ તો નર મત્સ્ય અથવા માછલો છે, તેથી હું તેને સ્પર્શ નહી કરું. “પુરૂષ, આખરે તો પુરૂષ જ છે, પછી ભલે તે જડ - રાણીના આ કથનને સાંભળીને ચિત્રિત નિર્જિવ મસ્ય એકાએક જ હસી પડે અને શાન્ત થઈ ગયે. છે એવું લાગ્યું જાણે એ મૃત-નિર્જીવ મસ્ડમાં એકાદ પળ માટે કઈ દેવ પ્રવેશી ગયે ન હોય રાજા એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #37
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર , 37 : મસ્યાને તેના હસવાનું કારણ કેવી રીતે પૂછી શકે ? ; “રાણી ! તમારી પ્રતિજ્ઞા પણ અદ્ભુત, વિચિત્ર અને H સાથે સાથે પ્રશંસા લાયક છે. પરંતુ આ નિર્જીવ માસ્યનું હસવું તે તેનાથી પણ વિચિત્ર છે. તેથી તમે મને તેનાં હસવાનું કારણ જણાવો. * તમે તો તેના હસવાનું કારણ જરૂર જાણતાં હશે, કારણ કે આ મત્સ્ય તમારૂં કથન સાંભળીને જ હસ્યો છે. - રાણીએ પિતાને પીછે છોડાવતાં કહ્યું ) : સ્વામી ! બીજાના મનનું રહસ્ય ભલા હું કેવી રીતે બતાવી શકું ? હું તે મારા મનની વાત જ જાણું છું. મારા મનમાં જે હતું, તે મેં તમને કહી દીધું. આ મસ્ડ કેમ, હસ્તે તેનું કારણ હું નથી જાણતી. મારી અને આપની સરખી સ્થિતિ છે. જ્યાં તમે, ત્યાં હું જ્યારે. તમે જ નથી જાણતા ત્યારે હું કેવી રીતે જાણી શકું ?" રાજાને રોણીના આ જવાબથો સંતોષ થયો નહીં. તેઓ મત્સ્ય હાસ્યનું રહસ્ય જાણવા માટે ઉત્સુક અને ચિંતિત બની ગયા. તેમણે અનેક પંડિતો અને જ્યોતિષીઓને બોલાવ્યા. અને બધાને મત્સ્ય-હાસ્યનું કારણ પૂછયું, પરંતુ કોઈ પણ આ વિચિત્ર અને અસંભવિત ઘટનાનું રહસ્ય બતાવી. શકયું નહીં. 1 : 35 ક . P.P. Ac. Gunratnasuri.M.S., Jun Gun Aaradhak Trust
Page #38
--------------------------------------------------------------------------
________________ 38 નારી શરિત્ર છેવટે, રાજપુરોહિતને પૂછયું તે તે પણ નિરુત્તર રહ્યા છે એટલે રાજાએ ખિજાઈને રાજપુરોહિતને ઠપકો આપતાં કહ્યું “પુરોહિતજી ! તમને રાખવાથી શું લાભ, જ્યારે તમે મારી ચિંતાનું નિવારણ કરી શકતા નથી ? તેથી ત્રણ દિવસની અંદર જે તમે મને મત્સ્ય-હાસ્યનું રહસ્ય નહીં જણાવી શકે તે પછી તમને મારા રાજ્યમાં રહેવાને કોઈ અધિકાર રહેશે નહી.. * * રાજાને ઠપક અને દેશ-નિકાલની ચેતવણી સાંભળીને રાજપુરોહિત ઉદાસ ચહેરે પોતાને ઘેર પહોંચ્યો. તેની પુત્રી બાલપંડિતાએ પિતાની ઉદાસીનું કારણ પૂછયું તો તેણે બધા વૃત્તાન્ત પોતાની પુત્રીને સંભળાવ્યો. બધું કારણ જાણી લીધા પછી પુરોહિતની બેટી બાલપંડિતાએ પોતાના પિતાને કહ્યું પિતાજી ! આપ રાજાને કહો કે હું એમને મસ્ય હાસ્યનું કારણ જણાવીશ.” પુરોહિત અત્યંત પ્રસન્ન થયા અને પ્રસન્ન મુખે રાજાની પાસે પહોંચીને બોલ્યો “રાજન ! મારી પુત્રી આપને મત્સ્ય હાસ્યનું કારણ જણાવશે.” રાજાએ સંમાન સહિત પુરોહિતની બેટી બાલ-પંડિતાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #39
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર બોલાવી અને તેને ઊંચા આસન પર એક પડદા પાછળ બેસાડી. મસ્ય-હાસ્યનું રહસ્ય સાંભળવા માટે રાજાની સાથે તેની રાણી તથા બીજા અમાત્ય પણ બેઠા. બાલ-પંડિતાએ રાજાને સંબોધીને કહ્યું - “રાજન ! તમે મત્સ્ય હાસ્યનું કારણ ના પૂછો તો સારું, કારણ કે શરીર અને ઘરનું રહસ્ય ઢંકાયેલું રહે એ જ સારું છે. આ શરીરની અંદર મળ-મૂત્ર, ઘૂંક, મજજા વિગેરે અનેક ઘણુલાયક વસ્તુઓ છે. પણ તે ઢંકાયેલી હેવાને કારણે શરીર તિરસ્કારવા લાયક લાગતું નથી. આ “તેનું ખુલ્લું થવું કેટલું ખરાબ છે, એ વિચાર કરીને મત્સ્ય હાસ્યના રહસ્યને રહસ્ય જ રહેવા દો, નહીં તો તમારે પણ એવી રીતે પસ્તાવું પડશે, જેમ ઠંડક કઠિયારાને પસ્તાવું પડયું હતું. - બાલપંડિતાની વાત સાંભળીને રાજાએ પૂછયું પહેલાં તમે એ જણાવો કે કંડક કોણ હતું અને તેને શા માટે પસ્તાવું પડયું હતું ?" . બાલપડિતાએ કહ્યું- . :: મંડકનો પશ્ચાત્તાપ | શ્રીપુર નામના નગરમાં કમલ નામને એક કઠિયારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #40
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર હતું, જે ગરીબીના દુઃખથી સદા પીડાતો હોં, ને દરરોજ જંગલમાંથી લાકડાં કાપી લાવતે અને મુકેલીથી પિતાના કુટુંબનું ભરણ-પોષણ કરૉ હતો. * : - જે. ખે. એક દિવસ જંગલમાં ફરતાં-ફરતાં તેને એક જૂનું મંદિર મળ્યું. તેમાં ગણપતિની એકમેટી લાકડાની પ્રતિમા હતી. તે લાકડાની પ્રતિમાને જોઈને કમલે મનમાં ને મનમાં નિશ્ચય કર્યો કે આ મૂર્તિમાંથી તે એક મોટા ઢગલા જેટલું સૂકું લાકડું મળશે. છે. આજે તે આને જ કાપીને લઈ જઈશ. તેમાંથી સારા પૈસા મળશે. આવો નિશ્ચય કરીને તે કુહાડી લઈને ગણપતિની મૂતિને કાપવા તૈયાર થયે. તે જ વખતે તે મૂતિમાંથી અવાજ આવ્યો છે A 6 ) કરી “હે કઠિયારા ! તું મારી મૂર્તિને કાપીશ નહીં. હું તેના બદલામાં તને એક એવું સાધન આપું છું, જેનાથી તારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે. PS કઠિયારા ! તું દરરોજ સવારે અહીં આવતો રહે. અહીંથી તને દરરોજ મંડક (માલપુડા) અને પાંચ સોનામહોર મળતી રહેશે. * . માલપુડાથી તારું, તારા કુટુંબનું અને મહેમાનોનું ઉદર–પિષણ થશે અને મહેરથી તારી બીજી જરૂરિયાત પૂરી થયા કરશે. | ‘પણ હે કઠિયારા ! તારે એક વાતની સાવધાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #41
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર રાખવી પડશે કે આ પ્રાપ્તિનું રહસ્ય ગુપ્ત રાખવું પડશે. - “જે તું મંડક અને મહારની પ્રાપ્તિનું રહસ્ય જાહેર કરી દઈશ તે તને ભવિષ્યમાં મંડક અને મારે મળવાનું બંધ થઈ જશે.” - હવે કમલનું જીવન આનંદથી પસાર થવા લાગ્યું. તે શ્રીપુરમાં ઠંડક નામથી પ્રસિદ્ધ થઈ ગયો. એક દિવસ તેની પત્નીએ હઠ કરીને પૂછયું સ્વામી ! તમે દરરોજ મંડક અને પાંચ મહોરો કયાંથી લાવો છો?” મંડકે વાત ટાળવાને ખૂબ પ્રયત્ન કર્યો, પણ સ્ત્રી-હઠ આગળ લાચાર બનીને તેને બધું રહસ્ય બતાવવું પડયું અને પરિણામ એ જ આવ્યું, જે આવવાનું હતું. મંડકને માલપુડા અને મહારે મળતી બંધ થઈ ગઈ. આ કથા સંભળાવ્યા પછી બાલપંડિતાએ રાજાને ફરીથી કહ્યું “હે રાજન! એટલા માટે આપને કહું છું કે આપ મસ્ય-હાસ્યનું કારણ જાણવાની હઠ છોડી દો, નહીં તે તમે પણ ઠંડકની જેમ પસ્તાશે.” - રાજાએ કંઈક વિચાર કર્યો અને આગળ વાત વધારી નહીં. સભા વિસર્જિત થઈ ગઈ. બાલપંડિતા રાજભવનની અતિથિશાળામાં જ રોકાઈ ગઈ. બીજા દિવસે રાજાએ ફરીથી બાલપંડિતાને મત્સ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #42
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર હાસ્યનું કારણ પૂછ્યું તે બુદ્ધિમતી બ્રાહ્મણ કન્યાએ કહ્યુંએ “રાજન્ ! મસ્ય-હાસ્યનું કારણ જાણીને આપ સિંદૂર પદ્મ ખેડૂતની જેમ દુઃખી થશો. હું આપને સિન્દુર-પદ્મ ખેડૂતની કથા સંભળાવું છું.” સિજૂર પદ્મ આ પપુર નામના નગરમાં પદ્દમ નામને એક ખેડૂત રહેતે હ. પદમ ખેડૂત અત્યંત ધનવાન હતો. તેનાં ખેતરોમાં ઘણું અન્ન પેદા થતું હતું, જાણે ધરતી સેનું જ પકવતી હતી. ધન કદાપિ સ્થાયી નથી રહેતું. લક્ષમી તે ચંચળ ખરી ને ! તેથી ભાગ્યના યોગે પદ્મ ખેડૂત અત્યંત ગરીબ થઈ ગયે. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિથી તેનાં ખેતરોમાં ઘણાં વર્ષો સુધી અનાજ પાકયું નહીં. ગરીબાઈથી રિબાતે પદમ પરદેશ જવા માટે નીકળ્યો અને એક જગલમાં પહોંચી ગયે. ત્યાં તેને એક સિદ્ધ યોગી સાથે મુલાકાત થઈ. એગીએ પદ્મને દેવ અધિષ્ઠિત સિન્ધર આપ્યું. સિન્ફરની વિશિષ્ટતા એ હતી કે તે દરરોજ પાંચસો સોનામહોર આપતું હતું. 1પણ યોગીની એક શરત હતી. જે સિંદૂરનું રહસ્ય પદમ જાહેર કરી દેશે તો તે ફરીથી યોગી પાસે પાછું ચાલ્યું જશે અને ફરીથી તેને મળશે નહીં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #43
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર ન ધન મળતાં જ સામાન્ય રીતે માણસ અવિવેકી બની જાય છે. આ તથ્યના આધારે પદ્મ ખેડૂત એક વેશ્યાના પ્રેમરંગમાં આસકત રહેવા લાગ્યો. - વેશ્યા પણ તેને ખૂબ ચાહતી હતી, કારણ કે પદ્મ ખેડૂત વેશ્યાને દરરોજ પાંચસે સેનામહોર આપતો હતો. વેશ્યાની માતાએ પોતાની બેટીને કહ્યું “તું આ પરદેશી પાસેથી આ રહસ્ય જાણી લે કે તે આ યષ્ટ ધન દરરોજ તને કેવી રીતે આપે છે. પછી. દરરોજ માગણી કરવાની માથાકૂટ જતી રહેશે.” કામિની આગળ મોટા-મોટા ધીર-વીર પણ નમી પડે છે. વેશ્યાના નાટકીય પ્રેમાગ્રહથી લાચાર બનીને પદ્મ ખેડૂતે સિલ્ફરનું રહસ્ય જણાવી દીધું અને પછી આખું જીવન પસ્તાવો કરતો રહ્યો. આ વાર્તા સંભળાવ્યા પછી બીજે દિવસ પણ ખાલી પસાર થઈ ગયા. આ વાર્તાથી રાજાની જિજ્ઞાસા ડી ઘટી ખરી, પણ પૂર્ણ રીતે શાન્ત ના થઈ. તેથી રાજાએ ત્રીજા દિવસે ફરીથી આગ્રહ કર્યો. બાલપંડિતાએ રાજાને ફરીથી સમજાવ્ય રાજન ! હું આપને મત્સ્ય-હાસ્યનું કારણ તે જરૂર બતાવી શકું તેમ છું. છતાં પણ તમને કહું છું કે તમે ના પૂછો તે જ સારું છે, કારણ કે તમારે પણ રમાની જેમ આજીવન પતાવું પથશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #44
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર “આજે રમા નામની રાણેને કેવી રીતે પસ્તાવું પડયું તેની વાર્તા પણ સાભળો.” રમાની વાર્તા - લક્ષમીપુર નામના નગરમાં મુકુન્દ ના મને રાજા રાજ્ય કરતો હતો. તેની રાણી રમાં અત્યંત સુંદર હતી અને પિતાના પતિ રાજા મુકુન્દને ખૂબ પ્રેમ કરતી હતી. એક વખત લક્ષ્મીપુરમાં પડોશને રાજા ચન્દ્ર મુકુન્દને મહેમાન બનીને આવ્યું. તેના રૂપને જોઈને રાણું રમા તેના પર આસકત થઈ ગઈ અને તેના વિરહમાં દુઃખી થવા લાગી. - રાજા મુકુન્દ રાણીની ઉદાસીનું કારણ તેને પૂછયું તો તેણે બીજું ગમે તે કારણ બતાવીને રાજાની વાત ઉડાવી દીધી. પણ તે રાજા ચન્દ્રને વિરહ સહન કરી શકી નહીં એટલે વાત-વાતમાં તે પોતાના પતિ રાજા મુકુન્દ સાથે "ઝગડવા લાગી. એ તેના આ ઝગડાથી રાજા મુકુન્દ અત્યંત દુઃખી થયો અને ઘણું પ્રયત્નો કરવા છતાં પણ રાણીના ગુસ્સાને શાન્ત કરી શકે નહીં. એટલે રાણી રમાએ એક દિવસ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હું હવે તમારી પાસે રહેવા માગતી નથી. હુ રાજા ચન્દ્રની રાણી બનીશ. તેથી તમે મને સંબંધ-વિચ્છેદનું પ્રમાણ આપી દો, જેથી હું મને મનપસંદ રાજા ચન્દ્રની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #45
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર પ્રિય બની શકું. . . રમાની આ અનપેક્ષિત વાત સાંભળીને રાજાએ તેને સમજાવ્યું- -- - - - , , “હે રાણી! તું એમ શા માટે કહે છે ? આર્યકન્યા. જીવનમાં એક જ વખત લગ્ન કરે છે. જે યૌવન-સુખ માટે તું રાજા ચન્દ્ર પાસે જવા માગે છે, તે યૌવન સ્થાયી તે. છે નહીં. “હે રાણું ! જેમ અશ્વર્યની શોભા મધુરતા, શૌર્યની શોભા સંયમ, જ્ઞાનનું ભૂષણ શાન્તિ, શાસ્ત્ર જ્ઞાનની શોભા. વિનય, ધનનું ભૂષણ તેને સદુપયોગ એટલે કે પાત્રદાનમાં ખર્ચ, તપનું ભૂષણ અધ, અધિકારની શોભા ક્ષમા અને ધર્મનું ભૂષણ દંભ રહિત બનવું તે છે, તે રીતે સર્વોત્તમ અને બધા ગુણોને આશ્રય નારીનું ભૂષણ તેનું શીલ છે. + “તેથી તું પણ રાજા ચન્દ્ર પાસે જવાનો વિચાર છેડી દે.” રાજાએ ઘણી બધી સમજાવટ કરવા છતાં પણ રમાએ પિતાનો દુરાગ્રહ છોડ નહીં એટલે લાચાર બનીને રાજા મુકુન્દ પોતાના તરફથી રાણી રમાને સંબંધ-વિચ્છેદનું લખિત પ્રમાણ આપી દીધું. + અશ્વયંસ્ય વિભૂષણ મધુરતા, શસ્ય વસંયમે - જ્ઞાનોપશમ શ્રુતસ્ય વિનયે વિત્તસ્ય પણે વ્યયઃ . | અધસ્તપસ ક્ષમા પ્રભાવને ધર્મસ્ય નિર્ચા જતા સષામપિ સવ કામગુણિત શીલ પર ભૂષણમ્. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #46
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર પ્રસન્ન બનીને રાણું રમાએ રાજા ચન્દ્રના નગર તરફ પ્રયાણ કર્યું. આ તરફ રાજા મુકુન્દ એક બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધું, જે અત્યંત વિનયી અને બુદ્ધિશાળી હતી. - જ્યારે રાણું રમી રાજા ચન્દ્રના નગરમાં ગઈ તે તેને ખબર પડી કે તાજેતરમાં જ રાજા ચન્દ્રનું મૃત્યુ થઈ ગયું છે. - આ સમાચારથી રાણું રમાને ખૂબ પસ્તાવો થયે અને નિરાશ બનીને ફરીથી લક્ષ્મીપુરમાં રાજા મુકુંદ પાસે આવી. પણ રાજા મુકુન્દ તેને સ્વીકાર કર્યો નહીં અને તેને તિરસ્કાર કરતાં કહ્યું જે ચન્દ્રને તું મનથી તારે પતિ માની ચૂકી હતી, તારે એની સાથે જ ચિતામાં બળી મરીને સતી થવું જોઈએ. મારી પાસે તારે શું કામ ? મેં તો તને ખૂબ સમજાવી હતી, પણ તું તે કામ-પીડાથી અંધ બની ગઈ હતી. “હવે જેને એક વખત હું ત્યાગી ચૂક છું, તેને સ્વીકારી શકું નહીં. તું તે મારા ઘરમાં દાસી બનવાને લાયક પણ નથી.” રમા બંને તરફથી રહી ગઈ. તેનું પોતાનું ઘર પણ ગયું અને રાજા ચન્દ્ર પણ તેને મળ્યો નહીં. - બોલપંડિતાએ રાજાને કહ્યું- ' . . રાજન ! તમારે રાણી રમાની જેમ પસ્તાવું ન પડે, એટલા માટે હું આપને આગ્રહ કરું છું કે આપ મત્સ્ય હાસ્યનું રહસ્ય ના પૂછો.” પર . " 255 છે , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #47
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર 47 જે રીતે બાળહઠ અને સ્ત્રી-હઠ પ્રસિદ્ધ છે, તે રીતે રાજ-હઠ પણ પ્રસિદ્ધ છે. તેથી બાલપંડિતાએ વારંવાર સમજાવવા છતાં પણ રાજાએ મત્સ્ય-હાસ્યનું રહસ્ય જાણવાની હઠ છોડી નહીં. એટલે લાચાર બનીને બાલપંડિતાએ કહ્યું “રાજન ! તમારે પુષ્પહાસ નામને મંત્રી કેદમાં છે. તેને કારાગારમાંથી મુકત કરીને તરત જ અહીં બેલાવડાવે. તેના પર દેવ પ્રસન્ન છે. દેવના પ્રભાવથી તે બધું રહસ્ય કહેવા સમર્થ છે.” - રાજાએ તરત જ આદર સહિત પુષ્પહાસ મંત્રીને સભાની વચ્ચે બોલાવડાવ્યું. મંત્રી આવતાં જ હો તો તેના મુખમાંથી ફૂલ ઝર્યા. રાજાએ પુષ્પહાસ મંત્રીને કહ્યું “મંત્રી! તમે મને મસ્ય-હાસ્યનું કારણ જણાવો.” મંત્રીએ કહ્યું– “રાજન ! તમે કાગળ અને ખડિયો–કલમ મંગાવડાવે. મારા ઉપર જે દેવ પ્રસન્ન છે, તે તેમાં બધું રહસ્ય લખી દેશે. બધાની સમક્ષ રહસ્ય ખુલ્લું કરવું યોગ્ય નથી.” અદશ્ય રૂપે દેવે કાગળ પર મસ્ય-હાસ્ય લખી નાખ્યું. રાજાએ વાંચ્યું. તેમાં લખ્યું હતું– - “હે રાજા ! તમારી રાણી તમારા મહાવત સાથે પ્રેમ કરે છે. તે દિવસે તે ભોજનના થાળમાં નર-મસ્યને જોઈને એવી બગડી હતી, જાણે તે સતી સીતાનો અવતાર હોય! તેના આ નાટકીય પતિપ્રેમને જોઈને જ ચિત્રિત મસ્ય હસ્ય હતે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #48
--------------------------------------------------------------------------
________________ નારી ચરિત્ર : “રાજન ! તમારી રાણું જયારે ત્યારે તક મેળવીને મહાવત પાસે જાય છે અને મોડી પહોંચતાં અથવા કયારેક ન જતાં મહાવત તેને કેરડાથી માર મારે છે. . - જો તમે આ રહસ્યનું પ્રમાણ જાણવા માગતા હે તે રાણીની પીઠ ખુલ્લી કરીને જોજો. તેના પર કેરડાનાં નિશાન હશે.” . , છે એ '} - - - - રાજાએ દેવલિખિત મત્સ્ય-હાસ્યનું કારણ પૂછયું અને રાણીના નાટકીય પ્રેમને જાણીને ખૂબ દુઃખી થયે. - આ બધે વૃત્તાન્ત રાણી દેવદમની રાજા વિક્રમાદિત્યને સંભળાવી રહી હતી. સંપૂર્ણ વાર્તા કહી સંભળાવ્યા બાદ રાણી દેવદમનીએ રાજા વિક્રમાદિત્યને કહ્યું “સ્વામી! એટલા માટે હું કહું છું કે તમારે અમને સૌ રાણીઓને સમાન રીતે પ્રેમ કરવો જોઈએ. હાલ તે તમે ફકત નવી રાણી પદ્મામાં જ આસકત રહે છે. તમને કઈ રાણી વધુ પ્રેમ કરે છે અને કઈ થડે, તેને તમે બાહ્ય વ્યવહારથી કેવી રીતે જાણી શકે ?" - નિસ્ય-હાસ્યની આ અદ્દભુત કથાને સાંભળીને રાજા વિક્રમાદિત્યે રાણી દેવદમનને ધન્યવાદ આપ્યા અને બધી રાણુઓ વચ્ચે સમાન પ્રેમ રાખવા લાગ્યા. વાસ્તવમાં સ્ત્રી ચરિત્રના પટને કયાંય અંત નથી. એક પછી એક અનેક પટ ખુલતા જ જાય છે. વિવેકી માણસ પોતાની જાતને જ સંભાળી લે છે. :- - * * * * * . . . . . . સમાપ્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust