________________ નારી ચરિત્ર બધાં શાસ્ત્ર અને બધા ધર્મ દાન તથા શુભ કર્મોનો મહિમા ગાય છે. પણ જે ભીલ-દંપતીએ મને જીવન-દાન આપ્યું, ભેજન-પાણથી મને મરતાને બચા, તેઓ અચાનક જ મૃત્યુ પામ્યાં. ' , ' ', વાત સાચી માનું ? મેં તે પ્રત્યક્ષ જ જોઈ લીધું કે શુભ કર્મ કરનારાઓની પણ વિધાતા દુર્દશા કરે છે. તેથી હું મારી બધી દાનશાળાઓ બંધ કરાવી દઈશ.. રાજાએ દાનશાળાઓ બંધ કરાવી દીધી. દરરોજ આપવામાં આવતું દાન બંધ થઈ ગયું. દૂર-દૂરથી આવનારા યાચકે નિરાશ થઈને પાછા ફરવા લાગ્યા. * અવતી નગરીમાં ઘણો ધનવાન શેઠ-શાહુકાર નિવાસ કરતા હતા. અવંતીમાં બત્રીસ કરોડ રવણ-સંપત્તિને સ્વામી શ્રીપતિ નામને એક કરોડપતિ શેઠ રહેતે હતો. શ્રીપતિની શેઠાણીએ શુભ મુહૂર્તમાં એક પુત્ર-૨નને જન્મ આપ્યો. આ પુત્ર જન્મ લેતાં જ એક ચમત્કાર બતાવ્યો. તે એ કે નવા જન્મેલા બાળકની જેમ રુદન ન કરતાં મોટી ઉંમરના માણસની જેમ તે પોતાના પિતા શ્રીપતિ શેઠને કહેવા લાગ્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust