________________ નારી ચરિત્ર નહોતી આવતી. તે જ વખતે ગુફા બહારથી રાજાને સિંહનો અવાજ સંભળાયો. . સિંહની ભયંકર ગર્જના અને ઘુરકાટ સાંભળીને ભીલની પત્ની પણ જાગી ગઈ. તેણે રાજાને કહ્યું જલદી ચાલે ! એમ લાગે છે કે મારા સ્વામી પર સિંહે હુમલો કર્યો છે.” ભીલ પત્નીની સાથે રાજા ગુફા દ્વાર પર આવ્યા તો ત્યાં એક ભારે પથ્થર પડયે હતો. ચિંતિત બનીને ભીલડીએ રાજાને કહ્યું હવે આપણે બહાર કેવી રીતે નીકળીશુ ? આ પથરને તે મારા પતિ જ હટાવી શકે છે.” ભીલડીની વાત સાંભળીને રાજાએ ડાબા પગના અંગુઠાથી ભારે પત્થરને હટાવી દીધો અને ભીલડી સહિત ગુફાની બહાર આવ્યા. સિંહે ભીલને મારી નાખ્યો હતો. પિતાના પતિને મરેલો જોઈને ભીલડી બેભાન બનીને પડી અને પછી કયારેય ભાનમાં આવી નહીં. પિતાના આતિથેય પરોપકારી ભીલ દંપતીને મરણથી રાજાને ખૂબ દુઃખ થયું. રાજાએ બને માનવોને અગ્નિસંસ્કાર કર્યો અને અવંતી પાછા આવ્યા. અવંતી આવીને રાજાએ વિચાર કર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust