________________ નારી ચરિત્ર બેસીને પહેરો ભરવા લાગ્યો, તેણે ગુફા-દ્વારને એક ભારે પથ્થરથી બંધ કરી દીધું. ગુફામાં સૂતાં-સૂતાં રાજા વિક્રમાદિત્ય વિચાર કરી રહ્યા હતા– આ ભીલનું ભોજન અત્યંત સાદું હતું. છતાં પણ રસયુકત અને સ્વાદિષ્ટ હતું, બીજાના ભોજનમાં જે રસ હોય છે. તે વાસ્તવમાં તે ખવડાવનારને આદર-ભાવ જ “તેથી કઈ વિચારકે યોગ્ય જ કહ્યું છે કે “પાણીમાં ચિત્તને શાંતિ પહોંચાડવાનો રસ છે. બીજાના ભોજનમાં જે આદર છે, તે આદર જ પારકા અનને રસ છે. આ જ પ્રમાણે સ્ત્રીઓમાં જે અનુકૂળતા છે, તે રસ છે. તથા મિત્રોનાં પ્રિયવચન જ રસ છે. . આ વિશ્વમાં ઉદાર આશયવાળી વ્યકિત જ ઉન્નતિ કરી શકે છે. તુચ્છ માણસે તો નાશ પામે છે. જેમ ગ્રીષ્મ તુમાં પણ સમુદ્ર પૂર્ણ વૃદ્ધિ પામે છે અને સરેવર સુકાઈ જાય છે.” રાજા પોતાના વિચારોની ગડમથલમાં હતો. તેને ઊંઘ 0 પાનીયસ્ય રસાતા શાન્ત પરાસ્યાદરા રસઃ આનુકૂલ્ય રસઃ સ્ત્રણ મિત્રાણુ વચન રસ | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust