________________ નારી ચરિત્ર “તે પછી એકાદ ક્ષણ માટે મને રાજાની પાસે લઈ ચાલો.” શતમતિની વિનંતીને સ્વીકાર કરી કોટવાલ તેને રાજા પાસે લઈ આવ્યો. શતમતિ રાજાને લઈને તેમના શયનખંડમાં આવ્યો અને ઘડામાં રાખેલા ચાર ટુકડા કરેલા સાપ તેમને બતાવીને આદિથી અંત સુધીને સમગ્ર વૃત્તાન્ત સંભળાવ્યા. રાજા વિક્રમાદિત્યે શતમતિને છાતી સરસો ચાંપી દીધે. તેઓ એટલા પસ્તાયા અને એટલા અધિક ખુશ થયા કે કંઈ પણ બોલી શક્યા નહીં. અંતમાં, તેમણે ઘણાં ગામ આપીને શતમતિનું સંમાન કર્યું અને બાકીના ત્રણે અંગરક્ષકને પણ ભરપૂર પુરસ્કાર આપીને તેમનું ગૌરવ વધાર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust