________________ નારી ચરિત્ર 47 જે રીતે બાળહઠ અને સ્ત્રી-હઠ પ્રસિદ્ધ છે, તે રીતે રાજ-હઠ પણ પ્રસિદ્ધ છે. તેથી બાલપંડિતાએ વારંવાર સમજાવવા છતાં પણ રાજાએ મત્સ્ય-હાસ્યનું રહસ્ય જાણવાની હઠ છોડી નહીં. એટલે લાચાર બનીને બાલપંડિતાએ કહ્યું “રાજન ! તમારે પુષ્પહાસ નામને મંત્રી કેદમાં છે. તેને કારાગારમાંથી મુકત કરીને તરત જ અહીં બેલાવડાવે. તેના પર દેવ પ્રસન્ન છે. દેવના પ્રભાવથી તે બધું રહસ્ય કહેવા સમર્થ છે.” - રાજાએ તરત જ આદર સહિત પુષ્પહાસ મંત્રીને સભાની વચ્ચે બોલાવડાવ્યું. મંત્રી આવતાં જ હો તો તેના મુખમાંથી ફૂલ ઝર્યા. રાજાએ પુષ્પહાસ મંત્રીને કહ્યું “મંત્રી! તમે મને મસ્ય-હાસ્યનું કારણ જણાવો.” મંત્રીએ કહ્યું– “રાજન ! તમે કાગળ અને ખડિયો–કલમ મંગાવડાવે. મારા ઉપર જે દેવ પ્રસન્ન છે, તે તેમાં બધું રહસ્ય લખી દેશે. બધાની સમક્ષ રહસ્ય ખુલ્લું કરવું યોગ્ય નથી.” અદશ્ય રૂપે દેવે કાગળ પર મસ્ય-હાસ્ય લખી નાખ્યું. રાજાએ વાંચ્યું. તેમાં લખ્યું હતું– - “હે રાજા ! તમારી રાણી તમારા મહાવત સાથે પ્રેમ કરે છે. તે દિવસે તે ભોજનના થાળમાં નર-મસ્યને જોઈને એવી બગડી હતી, જાણે તે સતી સીતાનો અવતાર હોય! તેના આ નાટકીય પતિપ્રેમને જોઈને જ ચિત્રિત મસ્ય હસ્ય હતે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust