________________ નારી ચરિત્ર પ્રસન્ન બનીને રાણું રમાએ રાજા ચન્દ્રના નગર તરફ પ્રયાણ કર્યું. આ તરફ રાજા મુકુન્દ એક બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધું, જે અત્યંત વિનયી અને બુદ્ધિશાળી હતી. - જ્યારે રાણું રમી રાજા ચન્દ્રના નગરમાં ગઈ તે તેને ખબર પડી કે તાજેતરમાં જ રાજા ચન્દ્રનું મૃત્યુ થઈ ગયું છે. - આ સમાચારથી રાણું રમાને ખૂબ પસ્તાવો થયે અને નિરાશ બનીને ફરીથી લક્ષ્મીપુરમાં રાજા મુકુંદ પાસે આવી. પણ રાજા મુકુન્દ તેને સ્વીકાર કર્યો નહીં અને તેને તિરસ્કાર કરતાં કહ્યું જે ચન્દ્રને તું મનથી તારે પતિ માની ચૂકી હતી, તારે એની સાથે જ ચિતામાં બળી મરીને સતી થવું જોઈએ. મારી પાસે તારે શું કામ ? મેં તો તને ખૂબ સમજાવી હતી, પણ તું તે કામ-પીડાથી અંધ બની ગઈ હતી. “હવે જેને એક વખત હું ત્યાગી ચૂક છું, તેને સ્વીકારી શકું નહીં. તું તે મારા ઘરમાં દાસી બનવાને લાયક પણ નથી.” રમા બંને તરફથી રહી ગઈ. તેનું પોતાનું ઘર પણ ગયું અને રાજા ચન્દ્ર પણ તેને મળ્યો નહીં. - બોલપંડિતાએ રાજાને કહ્યું- ' . . રાજન ! તમારે રાણી રમાની જેમ પસ્તાવું ન પડે, એટલા માટે હું આપને આગ્રહ કરું છું કે આપ મત્સ્ય હાસ્યનું રહસ્ય ના પૂછો.” પર . " 255 છે , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust