________________ નારી ચરિત્ર રાખવી પડશે કે આ પ્રાપ્તિનું રહસ્ય ગુપ્ત રાખવું પડશે. - “જે તું મંડક અને મહારની પ્રાપ્તિનું રહસ્ય જાહેર કરી દઈશ તે તને ભવિષ્યમાં મંડક અને મારે મળવાનું બંધ થઈ જશે.” - હવે કમલનું જીવન આનંદથી પસાર થવા લાગ્યું. તે શ્રીપુરમાં ઠંડક નામથી પ્રસિદ્ધ થઈ ગયો. એક દિવસ તેની પત્નીએ હઠ કરીને પૂછયું સ્વામી ! તમે દરરોજ મંડક અને પાંચ મહોરો કયાંથી લાવો છો?” મંડકે વાત ટાળવાને ખૂબ પ્રયત્ન કર્યો, પણ સ્ત્રી-હઠ આગળ લાચાર બનીને તેને બધું રહસ્ય બતાવવું પડયું અને પરિણામ એ જ આવ્યું, જે આવવાનું હતું. મંડકને માલપુડા અને મહારે મળતી બંધ થઈ ગઈ. આ કથા સંભળાવ્યા પછી બાલપંડિતાએ રાજાને ફરીથી કહ્યું “હે રાજન! એટલા માટે આપને કહું છું કે આપ મસ્ય-હાસ્યનું કારણ જાણવાની હઠ છોડી દો, નહીં તે તમે પણ ઠંડકની જેમ પસ્તાશે.” - રાજાએ કંઈક વિચાર કર્યો અને આગળ વાત વધારી નહીં. સભા વિસર્જિત થઈ ગઈ. બાલપંડિતા રાજભવનની અતિથિશાળામાં જ રોકાઈ ગઈ. બીજા દિવસે રાજાએ ફરીથી બાલપંડિતાને મત્સ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust