________________ 38 નારી શરિત્ર છેવટે, રાજપુરોહિતને પૂછયું તે તે પણ નિરુત્તર રહ્યા છે એટલે રાજાએ ખિજાઈને રાજપુરોહિતને ઠપકો આપતાં કહ્યું “પુરોહિતજી ! તમને રાખવાથી શું લાભ, જ્યારે તમે મારી ચિંતાનું નિવારણ કરી શકતા નથી ? તેથી ત્રણ દિવસની અંદર જે તમે મને મત્સ્ય-હાસ્યનું રહસ્ય નહીં જણાવી શકે તે પછી તમને મારા રાજ્યમાં રહેવાને કોઈ અધિકાર રહેશે નહી.. * * રાજાને ઠપક અને દેશ-નિકાલની ચેતવણી સાંભળીને રાજપુરોહિત ઉદાસ ચહેરે પોતાને ઘેર પહોંચ્યો. તેની પુત્રી બાલપંડિતાએ પિતાની ઉદાસીનું કારણ પૂછયું તો તેણે બધા વૃત્તાન્ત પોતાની પુત્રીને સંભળાવ્યો. બધું કારણ જાણી લીધા પછી પુરોહિતની બેટી બાલપંડિતાએ પોતાના પિતાને કહ્યું પિતાજી ! આપ રાજાને કહો કે હું એમને મસ્ય હાસ્યનું કારણ જણાવીશ.” પુરોહિત અત્યંત પ્રસન્ન થયા અને પ્રસન્ન મુખે રાજાની પાસે પહોંચીને બોલ્યો “રાજન ! મારી પુત્રી આપને મત્સ્ય હાસ્યનું કારણ જણાવશે.” રાજાએ સંમાન સહિત પુરોહિતની બેટી બાલ-પંડિતાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust