________________ નારી ચરિત્ર 28 તમે પહેલાં ભજન કરી લે. હું તો બાજી પૂરી કરીને જ ઊઠીશ.” રાજા વિક્રમાદિત્ય જુગારીની પત્ની પાસે જઈને ભજન. કરવા લાગ્યું. રાજાને રુપ-સૌદર્ય અને તંદુરસ્તીને જોઈને જુગારીની પતની કામબાણથી ઘાયલ થઈ ગઈ. તેની કામ-- ચેષ્ટાઓને ધ્યાનમાં રાખીને રાજાએ તેને કહ્યું– “સભાગે ! વિકાર પર સંયમ રાખો. પર-પુરુષને ભ્રાતા, પિતા અથવા પુત્રની નજરે જોવો જોઈએ.” રાજાનાં વચનને ધ્યાનમાં રાખીને તે સ્ત્રીએ વિચાર કર્યો– આ પુરૂષ મારા મનના ભાવ તે જાણી જ ગયે છે.. પણ આ મારી ઈચ્છા કદાપિ પૂર્ણ કરશે નહી અને બહાર જઈને મારી બદનામી કરશે તે જુદું. તેથી તેને મજા ચખ-- ડવી જોઈએ.” આ વિચાર કરીને જુગારીની સ્ત્રી બૂમ પાડવા લાગી . બચાવો, મને બચાવો. જુઓ, આ પરદેશીએ શું કરી નાખ્યું ?" જુગારીએ પોતાની પત્નીના શબ્દો સાંભળ્યા તે વિચાર્યું આ મહેમાને જરૂર મારી પત્ની સાથે છેડછાડ કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust