________________ 22 નારી ચરિત્ર ધન શેઠે જણાવ યુ -. મેં શ્રીધર બ્રાહ્મણની હાજરીમાં ભીમ શેઠને રન આપ્યું હતું.' શ્રીધર બ્રાહ્મણે પણ સાક્ષી આપી “અન્નદાતા ! ધન શેઠે મારી હાજરીમાં જ સુંદરનું આપેલું રત્ન તેના પિતા ભીમ શેઠને આપ્યું હતું.' રાજા વિચારમાં પડી ગયા. તે જ વખતે મહામંત્રી મતિસાગરે શ્રીધર બ્રાહ્મણને પૂછ્યું શ્રીધર ! તમારી હાજરીમાં જે રન આપવામાં આવ્યું હતું તે કેટલું મોટું હતું ?" - શ્રીધર બ્રાહ્મણે વિધાર્યું - એક કરોડની કિંમતનું રત્ન ઓછામાં ઓછું એક ઘડા જેવડું તે હશે જ. . “મંત્રીશ્વર ! એ રત્ન એક મોટા ઘડા જેવડું હતું.' આ જવાબ સાંભળીને દરબારીઓ હસી પડયા. ધન શેઠનો ચહેરે પણ ઉદાસ થઈ ગયો. જૂઠી સાક્ષીનો ભડ ફૂટી ગયે. આ છેવટે, ધન શેઠને ઘારકું ધન અપહરણ કરવાના ગુના અંગે સજા કરવામાં આવી અને જૂઠી સાક્ષી આપવાના અપરાધ અંગે બ્રાહ્મણ શ્રીધરને પણ રજા કરવામાં આવી. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.