________________ 20 નારી ચરિત્ર . રાજન ! તમારી આજ્ઞાનું પાલન તો હું કરીશ જ, પણ આ કાર્યમાં ઉતાવળ કરવાથી પસ્તાવાની શક્યતા છે. ગરીબી, રોગ વિગેરે બધાને ઉપચાર છે. પણ વગર વિચાર કરેલા કાર્યથી જે પસ્તાવો થાય છે, તેને દૂર કરવાનો કે ઉપાય નથી. હે રાજન! વગર વિચારે કરેલા કામના પરિણામ વાળી એક નાની સરખી કથા હું તમને સંભળાવી રહ્યો છું. તે સાંભળ્યા બાદ પણ તમે આજ્ઞા આપશે તે હું તેના પર વિચાર કરીશ.' લક્ષમતિ રાજા વિક્રમાદિત્યને એક વાત સંભળાવવા લા લક્ષ્મીપુર નામના નગરમાં ભીમ નામનો એક શેઠ રહેતો હતો. વેપારની કળામાં નિપુણ સુંદર નામને ભીમ શેઠને એક પુત્ર હતે. એક વખત આ શેઠને પુત્ર સુંદર પિતાના જ નગરના ધન નામના શેઠ સાથે વેપાર કરવા માટે ગયો. બંને રમાપુર નામના નગરમાં ગયા અને ખૂબ ધન કમાયા. ધન કમાઈને જ્યારે ધન શેઠ લક્ષ્મીપુર તરફ પાછા ફરવા લાગ્યા ત્યારે શેઠ-પુત્ર સુંદરે તેને એક કરોડની કિંમતનું એક રન આપીને તેને કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust