________________ 14 તારી ચરિત્ર પિછ કરતા નગરની બહાર પહોંચી ગયા. ત્યાં એકાન્તમાં બેસીને એક સ્ત્રી રડી રહી હતી. શતમતિએ તે સ્ત્રીને પૂછ્યું " કલ્યાણ ! તમે શા માટે રડે છે ? પ્રજાવત્સલ રાજા વિક્રમ તમારા દુઃખે દુઃખી છે. તમે તમારું દુઃખ મને જણાવે. હું તે દૂર કરીશ.” શતમતિની દિલાસાથી ભરેલી વાણી સાંભળીને તે સ્ત્રીએ કહ્યું હે ભદ્ર! હું રાજલક્ષ્મી છું. રાજા પર આવનારાં સમસ્ત વિદનેને હું દૂર કરૂં છું. પણ આજે રાજા પર એવું વિપ્ન આવવાનું છે, જેને દૂર કરવાની શકિત મારામાં નથી.” શતમતિના પૂછવાથી તે દેવીએ ફરીને જણાવ્યું– શતમતિ ! જ્યાં રાજા સૂઈ રહે છે, ત્યાં છત ઉપરથી એક કાળે ભયંકર સાપ આવશે, જે આજે રાત્રે જ રાજાને ડંખ મારશે અને રાજાનું મૃત્યુ થઈ જશે, જે તમારા માં હિંમત હોય તે રાજાનું રક્ષણ થઈ શકે.” શતમતિએ દિલાસે આવે દેવી ! તમે નિશ્ચિંત રહે. હું એ સાપને જરૂર મારીશ અને રાજાને બચાવીશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust